Face Of Nation, 01-11-2021: જન અધિકાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે એક ટ્વીટ કર્યું છે જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. આ ટ્વીટમાં ખાસ કરીને તેમણે ભાજપ પર મોંઘવારીને લઈને આકરા પ્રહાર કર્યા છે. ફોટો શેર કરીને તેમણે PM મોદી તેમજ યુપીના સીએમ યોગી પર વિચિક્ષ વાત લખી છે.
પૂર્વ સાંસદ રાજેશ રંજને એક વીડિયો શેર કર્યો છે. જે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરનો છે. અહિયા આવેલ સદભાવના સ્કૂલના પ્રિન્સિપાલે 7 વર્ષના બાળકને ઉંધો લટાકાવીને તેને ડરાવ્યો હતો. કારણ માત્ર એટલું હતું કે બાળક શાલા ચાલુ હતી તે સમયે પકોડી ખાવા જતો રહ્યો હતો. આ વીડિયોને લઈને તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે.
शिक्षक का यह कृत्य अमानवीय है।
लेकिन देश की जनता PM मोदी और यूपी के ढ़ोंगी CM को सियासी तौर पर इसी तरह लटकाने का निश्चय करे तो एक दिन में महंगाई कंट्रोल हो जाएगी।
डीजल-पेट्रोल 50 रुपये लीटर न हो जाय तो मेरा नाम बदल देना, पप्पू के बजाय गप्पू कहना। pic.twitter.com/P3NULrBm4B
— Pappu Yadav (@pappuyadavjapl) October 31, 2021
જોકે આ સમગ્ર મામલે સાસંદે એવું કહ્યું કે જો દેશની જતા PM મોદીને તેમજ CM યોગીને પણ આ રીતે લટકાવે તો એક દિવસમાં મોંઘવારી કંટ્રોલમાં આવી જશે. સાથેજ તેમણે કહ્યું જો આવું કરવાનાં આવે તો પેટ્રોલ અને ડિઝલ પણ 50 રૂપિયા લીટર થઈ જશે. સાસંદનું આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થઈ રહ્યું છે. સાથેજ લોકો મીમ બનાવીને પણ શેર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સાસંદ રાજેશ રંજન ઉર્ફ પપ્પુ યાદવની થોડાક સમય પહેલા એક 32 વર્ષના જૂના અપહરણ કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં કેમને તુરંત મધેપુરા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તબીયત ખરાબ થતા પછી તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે તેમણે ભાજપ પર આક્ષેપો લગાવ્યા હતા. પરંતુ તે સમયે પણ તેમને જામીન મળે તે માટે જુદી જુદી જગ્યાએ લોકો પ્રદર્શન કર્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)