Home News ત્રીજી લહેરની દસ્તક !રાજ્યમાં 108ને મળે છે દરરોજના આટલા પોઝિટિવ કોલ્સ

ત્રીજી લહેરની દસ્તક !રાજ્યમાં 108ને મળે છે દરરોજના આટલા પોઝિટિવ કોલ્સ

Face Of Nation, 01-11-2021: રાજ્યમાં લાંબા સમયની રાહત બાદ ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું છે. રાજ્યમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. મળતી માહિતિ અનુસાર રાજ્યમાં કોરોના માટે કુલ 40 જેટલી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે ૧૦૮ના COO જસવંત પ્રજાપતિએ એમ પણ કહ્યું છે કે જો તહેવારમાં બેદરકારી રાખવામાં આવશે તો શક્ય છે કે દિવાળી ટાણે જ કોરોનાના કેસ વધી શકે. તહેવારમાં કોરોનાના નિયમોનું પાલન ખાસ રીતે કરવાની જરૂર છે.

જો રાજ્યમાં અમદાવાદની વાત કરીએ તો અહીં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 108ને રાજ્યમાંથી કુલ 30 જેટલા કોરોના પોઝિટિવ દર્દીના કોલ મળી રહ્યા છે તો સાથે જ અમદાવાદમાં રોજ 4 દર્દીઓ 108 મારફતે દાખલ કરાઈ રહ્યા છે. દેશ અને રાજ્યમાંથી કોરોના વિદાય લેવાના સમયે જો કેસ વધશે તો કોરોનાની ત્રીજી લહેરનું ટેન્શન વધી શકે છે. આ સિવાય રાજ્યમાં કેસ વધતા ફરીથી પાબંધી લાગૂ કરવામાં પણ આવી શકે છે.

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નવા નોંધાયેલા કેસમાં ફક્ત 4 શહેરોમાં 70 ટકા કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સાજા થનારા દર્દીની સરખામણીએ કેસની સંખ્યા બમણી જોવા મળી રહી છે. જેને લઈને સરકારે તકેદારીના પગલા લેવા કહ્યું છે. જો તહેવારમાં સાવધાની રખાશે તો કોરોનાને માત આપી શકાશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)