Home World PM મોદીએ COP26 Summitમાં કહ્યું ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે ખતરો, વિકાસશીલ દેશો...

PM મોદીએ COP26 Summitમાં કહ્યું ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે ખતરો, વિકાસશીલ દેશો ગ્લોબલ વોર્મિંગથી વધુ પ્રભાવિત

Face Of Nation, 01-11-2021:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર બેઠકની બાજુમાં COP26 જલવાયુ શિખર સમ્મેલનમાં ભાગ લીધો હતો. આ સાથે તેમણે કોન્ફરન્સની બાજુમાં બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તેઓએ ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટને પણ મળ્યા હતા. વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ પીએમ મોદી સાથે નફતાલીની આ પ્રથમ મુલાકાત છે.

અગાઉ રોમમાં G20 સમિટમાં ભાગ લીધા બાદ ગ્લાસગો પહોંચતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “ગ્લાસગો પહોંચી ગયો છું. હું COP26 માં હાજરી આપીશ, જ્યાં હું જલવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે અને આ સંદર્ભે ભારતના પ્રયત્નોને સ્પષ્ટ કરવા માટે અન્ય વિશ્વ નેતાઓ સાથે કામ કરવા આતુર છું.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ COP26માં જણાવ્યું હતું કે, “આપણે અનુકૂલનને અમારી વિકાસ નીતિઓ અને યોજનાઓનો મુખ્ય ભાગ બનાવવો પડશે. ભારતમાં ‘નલ સે જલ’, સ્વચ્છ ભારત મિશન અને ઉજ્જવલા જેવી યોજનાઓથી માત્ર આપણા નાગરિકોને જ ફાયદો થયો નથી, પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થયો છે.”

સ્કોટલેન્ડના ગ્લાસગો COP26 વર્લ્ડ લીડર્સ સમિટમાં યુએસ પ્રમુખ જો બાઈડને જણાવ્યું હતું કે, “આપણે વધતી જતી મુશ્કેલીમાં છીએ, હું માનું છું કે, આ સમિટ માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ આપણા બધા માટે એક અવિશ્વસનીય તક છે. અમે વિશ્વના ઇતિહાસમાં એક મોડ પર ઉભા છીએ..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)