Home News જનતા પર સતત મોંઘવારીનો માર, તહેવારમાં પણ પેટ્રોલના ભાવમાં આજે ફરી વધારો

જનતા પર સતત મોંઘવારીનો માર, તહેવારમાં પણ પેટ્રોલના ભાવમાં આજે ફરી વધારો

Face Of Nation, 02-11-2021: ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. મંગળવારે ધનતેરસના દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જોકે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. રાજધાની દિલ્હીમાં 35 પૈસા પ્રતિ લીટરના વધારા બાદ હવે પેટ્રોલ 110 રૂપિયાને પાર પહોંચી ગયું છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 110.04 રૂપિયા છે જ્યારે ડીઝલ 98.42 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હવે પેટ્રોલની કિંમત 115.85 રૂપિયા અને ડીઝલની કિંમત 106.62 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, કોલકાતામાં પેટ્રોલ 110.49 રૂપિયા છે જ્યારે ડીઝલ 101.56 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પણ પેટ્રોલ 106.66 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 102.59 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મધ્યપ્રદેશના બાલાઘાટમાં 121.29 પ્રતિ લીટર છે.પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

કોરોના પછી વઘતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ આજે જીવવા માટે એક ટાઇમ ભોજનની વ્યવસ્થા કઇ રીતે કરશે તે અગત્યનું બની ગયું છે..

દિવાળી જેવા તહેવારો નજીક છે ત્યારે દિવાળી પહેલાં સામાન્ય જનતાનું દેવાળું નિકળ્યું એવી પરિસ્થિતિ આવીને ઊભી છે..

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)