Home Sports MS Dhoni ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર, IPL 2022 ના મેગા...

MS Dhoni ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર, IPL 2022 ના મેગા ઓક્શન પહેલા..

Face Of Nation, 02-11-2021:  MS Dhoni ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ધોની વિશેના આ સમાચાર સાંભળીને તેના ચાહકો ચોંકી જશે. ખરેખર, IPL 2022 ના મેગા ઓક્શન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ ના માલિક એન શ્રીનિવાસ ને મહેન્દ્ર સિંહ ધોની વિશે એક મોટું અપડેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે IPL માં બે નવી ટીમો અમદાવાદ અને લખનઉના આગમન બાદ 2022 ની આઈપીએલ સીઝન માટે મેગા ઓક્શન થવાનું છે, જેના પર તમામની નજર છે. મેગા ઓક્શનમાં અમુક પસંદગીના ખેલાડીઓ સિવાય મોટાભાગના ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ના માલિક એન શ્રીનિવાસ ને મહેન્દ્ર સિંહ ધોની વિશે મોટું અપડેટ આપ્યું છે. એન શ્રીનિવાસનનું કહેવું છે કે મહેન્દ્ર સિંહ ધોની નથી ઈચ્છતો કે CSK ટીમ તેને ફરી એક વખત રિટેન કરે. ધોનીનું માનવું છે કે CSK એ તેના પર વધારે પૈસા ન વેડફવા જોઈએ. આ વાતનો ખુલાસો ખુદ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસને કર્યો છે.

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી માં ચેન્નાઈએ આઈપીએલ 2021 નો ખિતાબ જીત્યો છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમે અત્યાર સુધી તમામ ચાર ખિતાબ જીત્યા છે. 40 વર્ષીય ધોની માટે આવતા વર્ષે આઈપીએલમાં રમવું મુશ્કેલ છે. ધોનીએ ફાઈનલ મેચ બાદ સ્પષ્ટ કર્યું હતું કે તે આવતા વર્ષે પણ આઈપીએલની ઝગમગાટમાં રમતા જોવા મળશે. જોકે, હવે ધોની નથી ઈચ્છતો કે CSK તેને IPL 2022 પહેલા મેગા ઓક્શનમાં તેના પર ઘણા પૈસા ખર્ચીને જાળવી રાખે. IPL ની આ સિઝનમાં ધોનીનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. તેણે 16 મેચમાં 16 ની એવરેજથી 114 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 107 હતો. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ 18 રન હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ ના માલિક એન શ્રીનિવાસ ને ‘એડિટરજી’ સાથે વાત કરતા કહ્યું, ‘ધોની એક ઈમાનદાર અને ન્યાયી વ્યક્તિ છે અને તે નથી ઈચ્છતો કે ટીમ તેના પર વધુ પૈસા ખર્ચે. હું ઈચ્છું છું કે ધોની આવતા વર્ષે પણ અમારો કેપ્ટન બને અને અમારા માટે રમે. અગાઉ શ્રીનિવાસને કહ્યું હતું કે ધોની CSK, ચેન્નાઈ અને તમિલનાડુનો મહત્વપૂર્ણ ભાગ છે. ધોની વિના કોઈ CSK નથી અને CSK વિના કોઈ ધોની નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)