Home News અમદાવાદના લોકોની ભીડ જોઈને સિવિલ હોસ્પિટલમાં 900 બેડની વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદના લોકોની ભીડ જોઈને સિવિલ હોસ્પિટલમાં 900 બેડની વ્યવસ્થા કરવામાં આવી

Face Of Nation, 02-11-2021: અમદાવાદમાં આ વખતે દિવાળીની ખરીદી માટે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. તહેવારોને લઈને લોકો હવે કોરોનાને ભૂલી ગયા છે. કોરોના શાંત ભલે પડી ગયો છે પરંતુ હજુ નાબૂદ નથી થયો જેથી અમદાવાદમાં જે રીતે ભીડ એકઠી થઈ છે. તેને લઈને તબીબોએ ચીંતા વ્યક્ત કરી છે.

જોકે તંત્ર પણ હવે તો એકશન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા પણ પરિસ્થિતીને સંભાળવાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ખાસ કરીને તંત્રએ તૈયારીઓ વધારી છે. જેના કેસ વધે તો સારવાર આપવાને લઈને હોસ્પિટલ દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

હોસ્પિટલમાં 200 વેન્ટિલેટર બેડ, 900 ઓક્સિજન બેડ, અને 3 હાજર લોકોનો મેડિકલ સ્ટાફ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો રજનીશ પટેલે આ મામલે પોતાની પ્રતિક્રીયા આફતા લોકોને કહ્યું છે કે લોકોએ બેદરાકારી ન રાખવી જોઈએ કારણકે કરોના હજુ ગયો નથી.