Home Uncategorized ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એક ભયંકર અકસ્માત, 6 લોકોના કરૂણ મોત્ત

ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એક ભયંકર અકસ્માત, 6 લોકોના કરૂણ મોત્ત

Face Of Nation, 02-11-2021: ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોચ થયા છે. ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો જેના કારણે ટ્રક ઝુપડીઓમાં ઘુસી ગયો હતો. જેમા 10 લોકો ટ્રકની ઝપેટમા આવી ગયા હતા. જેથી તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા જોકે ત્યા 6 લોકોના કરૂણ મોત થયા હતા

ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોચી હતી. જેમણે મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જોકે આ ઘટનાને લઈને ગ્રામજનોએ મૃતદેહોને રસ્તા પર મુકી દીધા હતા અને રસ્તો જામ કરી નાખ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ટ્રક કેવી રીતે બેકાબૂ બન્યો તેના વીશે હજુ કોઈ માહિતી સામે નથી આવી શકી.

ગાઝીપુર જિલ્લામાં આવેલ મુહમ્મદાબાદના અહિરૌલી ગામંમાં આ બનાવ બન્યો છે. જેમા સવારના 7 વાગ્યે એક બેકાબુ ટ્ર ઝુપડીઓમાં ઘુસી ગયો હતો. હજું પણ અમુક લોકોની હાલ ગંભીર છે અને તેઔઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસને આ સમગ્ર મામલે જાણકારી મળ્યા બાદ તેમણએ મૃતકોના સંબંધીઓને પણ જાણ કરી હતી.

ઉલ્લખેનીય છે કે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. લોકોએ મૃતકોના મૃતદેહને રસ્તા પર મુકીને ટ્રાફીક જામ કર્યો હતો સાથેજ સમગ્ર મામલે ગ્રામજનોએ વળતરની પણ માગ કરી હતી. પોલીસ હવે આ સમગ્ર મામલે પરિસ્થિતી સામાન્ય થાય તેના પ્રયાસ કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)