Home News અમરેલી સહિત ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું માહોલ બંધાયું ,વરસાદી ઝાપટાથી ખેડૂત ખુશહાલ

અમરેલી સહિત ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું માહોલ બંધાયું ,વરસાદી ઝાપટાથી ખેડૂત ખુશહાલ

શનિવારે પડેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વરસાદી ઝાપટાથી પાકને ઘણો ફાયદો થશે.

Face Of Nation:રાજ્યમાં ચોમાસાના આગમનને હવે બસ ગણતરીના જ કલાકો બાકી છે, એ પહેલા અમરેલી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો, અહીં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું.

અમરેલીમાં બપોર બાદ ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા, વાયુ વાવાઝોડા દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી લીધી હતી જેથી શનિવારે પડેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વરસાદી ઝાપટાથી પાકને ઘણો ફાયદો થશે.

તો ઉત્તર ગુજરાતમાં દાહોદ અને સાબરકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. અહીં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી અને બફારો હતો, જેથી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, વિજયનગર અને દાંતામાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.