Face Of Nation, 02-11-2021: હિમાચલ પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. જેને લઈને ત્યાના મુખ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું કે મોંઘવારીને કારણે ભાજપ હારી છે. જેના કારણે હવે ભાજપમાં હડકંપ મચી ઉઠ્યો છે.
હિમાચલ પ્રદેશમાં આજે મંડી લોકસભા , ફતેહપુર અને જુબ્બલ કોટખાઈ વિધાસભામાં ભાજપની હાર થઈ છે. જેને લઈને મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે. હારનું કારણ તેમણે કેન્દ્ર સરકારને ગણાવી છે. જેમા તેમણે કહ્યું કે વધતી મોંઘવારીને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે આવું પરિણામ આવશે તેવું તેમણે વિચાર્યું ન હતું.
Himachal Pradesh CM Jai Ram Thakur said he humbly accepts the verdict given by people in by-elections to one Lok Sabha seat & three Assembly constituencies. He said the results were not as per expectations. He said that BJP lost Mandi Parliamentary seat with a narrow margin: CMO https://t.co/EdJZoJN64r pic.twitter.com/ct5jYO7pR7
— ANI (@ANI) November 2, 2021
મુખ્યમંત્રીએ આપેલા આ નિવેદનને લઈને ભાજપમાં હડકંપ મચી ઉઠ્યો છે. વિપક્ષ દ્વારા પણ હાલ ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યું કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ કરીને લોકોના ખીસ્સા ખાલી કરી નાખ્યા છે.
વધુમાં કોંગ્રેસ પ્રભારી કહ્યું કે પાસે દેખાડવા માટે કોઈ નંબર નથી. સાથેજ તેમણે કહ્યું કે GDPના આંકડાઓ પણ ફર્જી છે. પેટ્રોલ-ડીઝલ રસોઈ ગેસના ભાવમાં સદંતર વધારો થયો છે. ત્યારે આ સમયે ભાજપ સામે વિરોધ વધી રહ્યો છે. ઉપરાંત કોંગ્રેસ પ્રભારીએ સમગ્ર મામલે એવું પણ કહ્યું કે આ બધાની અસર ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશ ચૂંટણી ઉપર પણ પડશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)