Face Of Nation, 04-11-2021: દિવાળીના દિવસે જ દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5 છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિં.મી દૂર નોંધાયું છે. આજે બપોરે 3.15 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જેને સ્થાનિક તંત્ર દ્વારા પુષ્ટી આપવામાં આવી છે.
ISRના ડિરેક્ટર સુમેર ચોપડાએ કહ્યું હતું કે, દ્વારકામાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, જાનહાનિના કોઈ સમાચાર નથી.
An earthquake of magnitude 5.0 on the Richer Scale hit 223 km north northwest of Dwarka, Gujarat today at 3:15 pm: National Centre for Seismology
— ANI (@ANI) November 4, 2021
કચ્છના બાજુમાં આવેલ પાકિસ્તાન બોર્ડર ઉપર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિટલસ્કેલ ઉપર 4.8ની ત્રિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે આખા દિવસભરમાં ભૂકંપનો બીજી આંચકો અનુભાવાયો હતો. 3: 15મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છ અને પાકિસ્તાન બોર્ડરથી 10 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપનો આંચકો બોર્ડરના નજીકનો વિસ્તાર લખપત,ખાવડા,અબડાસા સહિત બોડર વિસ્તારમાં અનુભાવાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)