Face Of Nation, 06-11-2021:ભારત અમે ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સરહદ પર વિવાદ ચાલી રહ્ય છે. ત્યારે આ વિવાદ વચ્ચે અમેરિકી રક્ષા મંત્રાલય દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. અમેરિકી રક્ષા મંત્રાલયનું કહેવું છે કે ચીન ભારત પાસેના વિવાદીત વિસ્તારોમાં તેમના ગામ સ્થાપી રહ્યું છે. પેંટાગનની રિપોર્ટ પ્રમાણે અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલા વિવાદીત વિસ્તારોમાં 100 ઘર વાળા ગામનો ઉલ્લેખ ખાસ કરવામાં આવ્યો છે.
ચીન દ્વારા કરવામાં આવી રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને ભારતની ચીંતા સતત વધી રહી છે. બીજી તરફ ચીન ભારત પર ઉંઘા આક્ષેપો નાખી રહ્યું છે. જેમા બોર્ડર પાસે ભારત જે નિર્માણ કાર્ય કરી રહ્યું છે તે કાર્યોને તે વિવાદ ગણાવી રહ્યું છે. જેને લઈને હવે સરકારની ચીંતામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.
જે ગામમાં ચીન ઈન્ફ્ર્રાસ્ટ્રકચર વધારી રહ્યું છે તે ગામ વીશે પહેલા પણ મીડિયા પર સામાચાર આવી ચુક્યા છે. આ ગામ 1962માં જ્યારે યુદ્ધ થયું તે પહેલા ચીનના કબ્જામાં હતું. અરુણાચલ પ્રદેશ સિવાય પણ ચીન એલએસીની નજીક એવા વિસ્તારોમાં ગામ સ્થાપી રહ્યું છે. જ્યા યુદ્ધ સમયે સૈનિકો બેરેકમના રૂપે વાપરી શકે.
ઉલ્લેખનીય છે કે પેંટાગનની રિપોર્ટ પર હાલ ભારત સરકારનો કે પછી સેનાનો હજુ સુધી કોઈ રિપોર્ટ સામે નથી આવ્યો. પેંટાગને 192 દિવસની રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમા તેમણે ચીન જે રીતે પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે તેની વિસ્તૃતમાં ચર્ચા કરી છે. જેમા તેઓ પરમાણું હથિયાર ઉપર પણ કામ કરી રહ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)