Home World USમાં મ્યુઝિક ફેસ્ટિવલમાં આઠ લોકોના દર્દનાક મોત, હજારો લોકોમાં ભારે અફરાતફરી

USમાં મ્યુઝિક ફેસ્ટિવલમાં આઠ લોકોના દર્દનાક મોત, હજારો લોકોમાં ભારે અફરાતફરી

Face Of Nation, 06-11-2021: અમેરિકાના એક US મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે રેપર ટ્રેવીસ સ્કોટ પહોંચ્યો હતો જ્યાં મોટી દુર્ઘટના સામે આવી છે. ટેક્સાસનાં હ્યુસ્ટનમાં NRG પાર્કમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જે દરમિયાન આઠ લોકોના મોત થયા છે. હાલ તો આ મોત કેમ થયા છે તે મુદ્દે પણ કોઈ જ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી પરંતુ AFP ન્યૂઝ એજન્સી અનુસાર ઓછામાં ઓછા આઠ લોકોના મોત સામે આવ્યા છે.

https://twitter.com/ANI/status/1456884483144052741?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1456884483144052741%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fat-least-8-dead-several-injured-at-us-music-festival

સ્થાનિક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા બાદ પેનિક થવાના કારણે ઘણા લોકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જે બાદ આઠ લોકોના મોત થયા છે. સોશ્યલ મીડિયામાં તો એવા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમા ભારે ભીડની વચ્ચે કેટલાક લોકોને હાર્ટ ઍટેક આવ્યો હોય અને તે બાદ CPR આપતા દેખાઈ રહ્યા છે.

કોન્સર્ટની બહાર મોટી સંખ્યામાં ઍમ્બ્યુલન્સ દેખાઈ, હ્યુસ્ટન ફાયર વિભાગનાં અધિકારીએ કહ્યું કે ભારે ભીડનાં કારણે કેટલાક લોકોને હાર્ટ ઍટેક આવ્યો હતો. નોંધનીય છે કે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે રાતે અચાનક જ ભીડ ખૂબ જ વધી ગઈ અને તે બાદ લોકોની અંદર દહેશત ફેલાઈ ગઈ. જે બાદ ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઇ અને તે બાદ કેટલાક ઘાયલ થવા લગયા તો કેટલાક લોકો બેભાન થવા લાગ્યા.

જોકે તંત્ર પણ ચોંકી ગયું છે કે એક સાથે આટલા બધા લોકોને હાર્ટ ઍટેક આવ્યો કઈ રીતે કે તેમની મોત થવા લાગી. નોંધનીય છે કે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કોન્સર્ટ શરૂ થાય તે પહેલા જ હજારો લોકો પહોંચી જતાં ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હ્યુસ્ટન ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી કે ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચી ગયું છે કારણ કે ઘણા બધા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)