Face Of Nation, 06-11-2021: WHO દ્વારા કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી આપવામાં આવી છે. પરંતુ આ ચેતવણીની સામે એઈમ્સના ડૉક્ટર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ભારતમાં પહેલાથી મોટી સંખ્યામાં લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. જેથી હવે દેશમાં ત્રીજી લહેરની સંભવના નહીવત પ્રમાણ છે.
WHOએ અગાઉ યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાની લહેરની લઈને ચેતવણી આપી હતી. જેમા તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરી 2022 સુધીમાં 5 લાખ લોકોના મોત થશે. આ મામલે એઈમ્સના તીબબ દ્વારા કહેવામાં આવ્યું કે ભારતમાં પહેલાથી મોટી સંખ્યામાં લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે.
વધુમાં એઈમ્સના ડોક્ટરે કહ્યું કે પ્રાકૃતિક સંક્રમણથી પ્રાકૃતિક પ્રતિરક્ષા થાય છે. જેના કારણે સંક્રમણની સંખ્યામાં ઘટાડો થાય છે. સાથેજ તેમણે કહ્યું કે વેક્સિનેશનને કારણે પણ રોગની ગંભીરતા અને મોતના આકડાઓ ઓછા થાય છે.
રશિયા અને મધ્ય એશિયા પર તેમણે કહ્યું કે ત્યા કેસ વધ્યા છે પરંતુ ફેબ્રુઆરી સુધીમાં ઓછા થઈ જશે. સાથેજ તેમણે કહ્યું ભારત સિવાય બીજી ઘણી બધી જગ્યા એવી છે જ્યા કેસ વધ્યા છે અને બાદમાં ઝડપથી કેસો ઘટ્યા પણ છે. સમગ્ર મામલે WHOની ચેતવણીને નકારતા તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે WHO તેની વિશ્વાસનીયતા ગુમાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એઈમ્સના ડૉક્ટરે એવું પણ કહ્યું કે WHO વિવાદસ્પ નિવેદન આપી રહ્યું છે. સાથેજ તેમણે કહ્યું કે તેઓ COVID-19ની ઉત્પત્તી શોધવા પણ સક્ષમ નથી. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે WHOને એ વાત સમજવામાં દોઢ વર્ષ કરતા પણ વધારે સમય લાગ્યો કે પ્રાકૃતિક સંક્રમણ લોકોને સુરક્ષા આપે છે. જોકે હજુ પણ તેઓ તેને અધિક મહત્વ નથી આપી રહ્યા(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)