Home Politics આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઇને PM મોદીની ઉપસ્થિતિમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શરૂ

આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઇને PM મોદીની ઉપસ્થિતિમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શરૂ

Face Of Nation, 07-11-2021:દિલ્હી સ્થિત NDMC સેન્ટર ખાતે ભાજપ રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક શરૂ થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ હાઇકમાન્ડની ઉપસ્થિતિ વચ્ચે બેઠકમાં મંથન કરાશે. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ઉદઘાટન ભાષણ બાદ પાર્ટીના રાષ્ટ્રીય મુદ્દાઓ અને અન્ય એજન્ડા પર ચર્ચાઓ કરાશે. સમાપનમાં પીએમ મોદી પોતાની સ્પીચ આપશે. સાથોસાથ આ બેઠકમાં આત્મનિર્ભર ભારત અંગે પણ ખાસ ચર્ચા કરાશે.

ભારતીય જનતા પાર્ટી  ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો પ્રારંભ થયો છે. દિલ્હી સ્થિત એનડીએમસી કન્વેન્શન સેન્ટર ખાતે આ બેઠક યોજાઇ રહી છે. બેઠકમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સેન્ટર આવી પહોંચ્યા છે. આગામી સમયમાં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અને સંગઠનના વિવિધ મુદ્દે સઘન ચર્ચા કરાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.

બેઠકમાં હાજરી આપવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, હરદીપ સિંહ પુરી, ડોક્ટર એસ જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્તાર અબ્બાસ નકવી સહિતના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ આવી પહોંચ્યા છે. પાર્ટી મહાસચિવ અર્જુન સિંહે આ અંગા માહિતી આપતાં કહ્યું હતું કે, બેઠકમાં કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રાજનાથ સિંહ પણ જોજાશે. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આ બેઠકમાં ઓનલાઇન જોડાયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)