Home News ગુજરાતના આ શહેરમાં કોરોના કેસમાં વધારો, એક સાથે આવ્યા 6 કેસ પોઝિટિવ

ગુજરાતના આ શહેરમાં કોરોના કેસમાં વધારો, એક સાથે આવ્યા 6 કેસ પોઝિટિવ

Face Of Nation, 08-11-2021:  વડોદરા શહેરમાં ફરી કોરોના કેસમાં ધીમેધીમે વધારો થઇ રહ્યો છે. વડોદરા શહેરમાં ગઇકાલે 6 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા જેની સાથે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 62 પર પહોંચી છે. ગઇકાલે હરણી, અકોટા, ગોરવા, માંજલપુર અને છાણીમાં પોઝિટિવ કેસો નોંધાયા હતા. છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. હાલ શહેરમાં 2 દર્દી ઓક્સિજન સપોર્ટ જ્યારે 1 દર્દી વેન્ટિલેટર રાખવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં 15 દિવસપહેલા કોરોનાના એક પણ નોંધાયો ન હતો જો કે દિવાળી બાદ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,183 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,500 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6 નવા કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં છેલ્લા 12દિવસમાં કોરોનાના 74 કેસ નોંધાયા છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઝિકા વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરમાં અત્યાર સુધીમાં ઝિકા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 79 થઈ ગઈ છે. તે જ સમયે, કન્નૌજમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ પણ નોંધાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)