Home News છત્તીસગઢ : સીઆરપીએફ જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું, 4ના મોત...

છત્તીસગઢ : સીઆરપીએફ જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું, 4ના મોત અને 3 ઘાયલ

Face Of Nation, 08-11-2021: છત્તીસગઢના સુકમાથી મોટા સમાચાર આવ્યા છે. આ નક્સલી વિસ્તારમાં તૈનાત એક સીઆરપીએફ જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 જવાનોના મોત થયા છે. જ્યારે 3 જવાન ઘાયલ થયા છે. ગોળી ચલાવનારા સીઆરપીએફ જવાન રિતેશ રંજનને અટકાયતમાં લેવાયો છે અને અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.

ઘટના રાતે લગભગ 3.25 વાગ્યાની છે અને સુકમા જિલ્લાના મરઈગુડાના લિંગનપલ્લીમાં સીઆરપીએફની 50મી બટાલિયન  કેમ્પમાં જવાને સાથી જવાનો પર જ ફાયરિંગ કરી નાખ્યું. ફાયરિંગ કરનારા જવાનનું નામ રિતેશ રંજન હોવાનું કહેવાય છે. જે રાતે ડ્યૂટી પર તૈનાત હતો. જો કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી.

ઘટના રાતે લગભગ 3.25 વાગ્યાની છે અને સુકમા જિલ્લાના મરઈગુડાના લિંગનપલ્લીમાં સીઆરપીએફની 50મી બટાલિયન  કેમ્પમાં જવાને સાથી જવાનો પર જ ફાયરિંગ કરી નાખ્યું. ફાયરિંગ કરનારા જવાનનું નામ રિતેશ રંજન હોવાનું કહેવાય છે. જે રાતે ડ્યૂટી પર તૈનાત હતો.

જો કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી. ફાયરિંગમાં મૃત્યુ પામેલા જવાનોમાં ધનજી, રાજીવ મંડલ રાજમણી કુમાર યાદવના નામ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)