Face Of Nation, 08-11-2021: આજે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પોતાનો 94માં જન્મદિવસ મનાવી રહ્યાં છે. દેશના નાયબ વડાપ્રધાન, હૉમ મિનિસ્ટર સહિતના કેટલાય મહત્વના પદો પર રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીના જન્મ દિવસના પ્રસંગે બીજેપીના કેટલાય વરિષ્ઠ નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી.
વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડુ, અમિત શાહ, અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસના અવસર પર કેક કાપી અને ગિફ્ટ તરીકે ગુલદસ્તો પણ આપ્યો.
શેર કરવામાં આવેલી તસવીરોમાં કેક કાપ્યા બાદ પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીનો હાથ પકડીને તેમને બહાર લઇને આવતા દેખાઇ રહ્યાં છે. આ પછી તમામ એકસાથે ટેબલ પર લાલકૃષ્ણ અડવાણીની સાથે બેસે છે. ગયા જન્મદિવસ પર પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીને શુભકાનાઓ આપતા તેમને કેક ખવડાવી હતી, આ વખતે તે તેમના પગે પડતા પણ દેખાયા.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા, તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છુ, લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવાની દિશામાં તેમના કેટલાય પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનુ ઋણી રહેશે. તેમને તેમની બૌદ્ધિક ક્ષમતા માટે પણ વ્યાપક રીતે સન્માનિત કરવામાં આવે છે.
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ સિંઘ પ્રાંતના કરાંચી શહેરમાં એક સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો, આ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન રહ્યાં હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)