Face Of Nation, 09-11-2021: જો હવે તમે રાજકોટમાં રહેતા હો તો તમારા માટે સૌથી મોટા અને જે લોકો નોનવેજ ખાય છે તેમના માટે ખરાબ સમાચાર પણ ગણી શકાય. જ્યારે નોનવેજ નહી ખાતા અને તેનો વિરોધ કરતા લોકો માટે ખુશીના અને સૌથી સારા તથા મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે રાજકોટ શહેરની હદમાં ક્યાંક પણ ઇંડા કે નોનવેજની લારી લગાવી શકાશે નહી. જાહેર માર્ગ પર ક્યાંય પણ ઇંડા કે નોનવેજ દેખાતું હોય તેવી લારી લગાવી શકાશે નહી. મેયર દ્વારા આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં મોટા ભાગની વસ્તી નોનવેજ અને ઇંડા નાપસંદ છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે, ગુપ્ત રીતે ઇંડા અને નોનવેજ ખાતા હોય છે પરંતુ દેખાવ નોનવેજ નહી ખાતા હોવાનો કરે છે. જેના કારણે રંગીલા ગણાતા રાજકોટમાં દારૂ બાદ હવે નોનવેજ બંધી પણ થઇ ચુકી છે. મેયર દ્વારા આ આદેશ અપાયો છે. જો કે એવી કોઇ સ્પષ્ટતા નથી કે કોઇ અંદરના વિસ્તાર કે જ્યાં લોકોની અવર જવર ઓછી હોય તેવા વિસ્તારમાં ઇંડા વગેરે વેચી શકાશે કે નહી. આ અંગે વિસ્તૃત ગાઇડ લાઇનની રાહ જોવાઇ રહી છે. જો કે હાલ તો ડેપ્યુટી કમિશ્નર એ.કે સિંઘ દ્વારા લારીઓ દુર કરવામાં આવી છે. જગ્યા રોકાણ શાખા દ્વારા ફુલછાબ ચોક, શાસ્ત્રી મેદાન સહિતની જગ્યાએથી લારીઓ હટાવડાવી દીધી છે. તમામને હોકર્સ જોનમાં રેકડી ઉભી રાખવા સુચના અપાઇ છે.
જો કે રંગીલા ગણાતા રાજકોટનો આ નિર્ણય બાદ અન્ય કોર્પોરેશન અને પાલિકાઓ પણ આ પ્રકારનો નિર્ણય લે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેથી એક પ્રકારે કહી શકાય કે, હવે ગુજરાત દારૂ બાદ નોનવેજ બંધી તરફ પણ આગળ વધી રહ્યું છે. તો તે દિવસો દુર નથી કે, દારૂની સાથે ઇંડા પણ બુટલેગર પાસે મંગાવવા પડે અને ચોરી છુપીથી ખાવા પડે. હાલ તો રાજકોટીયન દ્વારા આ નિર્ણય પર મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કેટલાક લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો દુખ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક મિશ્ર લાગણી પણ અનુભવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)