Home Sports ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત શર્મા બન્યો કેપ્ટન

ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત શર્મા બન્યો કેપ્ટન

Face Of Nation, 09-11-2021:  17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી ત્રણ ટી20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોહિત શર્માને ટી20 ટીમની કમાન સોંપી છે. મહત્વનું છે કે વિરાટ કોહલીએ આઈસીસી ટી20 વિશ્વકપ બાદ ટી20 ટીમની કમાન છોડી દીધી છે. કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.

વિરાટ કોહલી બાદ હવે ભારતીય ટી20 ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે રોહિત શર્મા છેલ્લા ઘણા વર્ષોથી વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવી રહ્યો છે. તે આઈપીએલમાં મુંબઈનો કેપ્ટન છે અને તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને પાંચ ટ્રોફી અપાવી ચુક્યો છે. તો કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઇશાન કિશન, વેંકટેશ અય્યર, યુજવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.

17 નવેમ્બર પ્રથમ ટી20, જયપુર
19 નવેમ્બર, બીજી ટી20, રાંચી
21 નવેમ્બર, ત્રીજી ટી20, કોલકત્તા

આઈપીએલ 2021માં ચેન્નઈ માટે બેટથી ધમાલ મચાવીને ઓરેન્જ કેપ જીતનાર રુતુરાજ ગાયકવાડને ટીમમાં તક મળી છે. તો સૌથી વધુ વિકેટ ઝડપનાર હર્ષલ પટેલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ફાસ્ટ બોલર આવેશ ખાન અને હર્ષલ પટેલનો સમાવેશ પણ ટીમમાં કરવામાં આવ્યો છે.

આ સિવાય શિખર ધવનને ટીમમાં તક આપવામાં આવી નથી. તો સ્પિનર યુજવેન્દ્ર ચહલની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યાને પડતો મુકવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજને પણ ટીમમાં તક મળી છે. ટી20 વિશ્વકપમાં સાધારણ પ્રદર્શન કરનાર ભુવનેશ્વર કુમાર પણ ટીમમાં છે. તો અક્ષર પટેલને તક મળી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)