Face Of Nation, 09-11-2021: ઉત્તરપ્રદેશના કાનપુરમાં હવે દિવસેને દિવસે ઝીંકા વાયરસનો આંતક વધતો જતો જોવા મળી રહ્યો છે. અહીયા વધું 16 નવા કેસ નોંધાયા છે. જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયેલો છે. અત્યાર સુધીમાં અહિયા કુલ 105 કેસ નોંધાઈ ચુક્યા છે. જેના કારણે હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
સંક્રમણને રોકવા માટે પ્રભાવિત વિસ્તારોમાં અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેઓ ઘરેઘર સર્વે કરી રહ્યા છે. ગંભીર લક્ષણો વાળા દર્દીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. સાથેજ ગર્ભવતી મહિલાઓના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રેડિયોલોજી સેન્ટરોને પણ સતર્ક કરવામાં આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે ઝીકા વાયરસ ડેન્ગ્યૂંથી ફેલાતા મચ્છરોને કારણે ફેલાય છે. સાથેજ ગર્ભવતી મહિલાઓ માટે પણ આ વાયરસ સૌથી ખતરનાક માનવામાં આવે છે. ઝીકા વાયરસને કારણે ગર્ભસ્થ શિશુના મસ્તિષ્કનો વિકાસ પણ નથી થતો. પહેલી વખત આ વાયરસ આફ્રિકાના જંગલમાં દોવા મળ્યો હતો.
આ રોગની શરૂઆત હળવા તાવથી થતી હોય છે. શરીર પર દાણા અને લાલ ચખામાં પડી જતા હોય છે. માથામાં દુખાવો તેમજ માસપેશીઓમાં દુખાવો થાય છે. સાથેજ સાંધામાં સૌથી વધારે દુખાવો થતો હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)