Home News રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટલમાંથી બિલ્ડરો સહિત 10 જુગારીઓ જુગાર રમતા પકડાયા

રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટલમાંથી બિલ્ડરો સહિત 10 જુગારીઓ જુગાર રમતા પકડાયા

Face Of Nation, 10-11-2021:  રાજકોટના યાગ્નિક રોડ પર આવેલી ઇમ્પિરીયલ પેલેસ હોટેલમાં હાઇપ્રોફાઇ જુગારધામ ઝડપાયું છે. હોટેલના છઠ્ઠા માળે આવેલા 605  નંબરના રૂમમાં આ જુગારધામ ચાલતું હોવાની ક્રાઇમ બ્રાન્ચ પાસે સચોટ માહિતી હતી, જેના આધારે પોલીસે દરોડો કર્યો હતો અને 10 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે.પોલીસે આ શખ્સો પાસેથી મોંધીદાટ ગાડીઓ પણ પકડી પાડી છે.

1.નરેન્દ્રસિંહ જાડેજા
2.અરવિંદ ફળદુ
3.રાજુ મહેતા
4.કમલેશ પોપટ
5.ભરત દલસાણીયા
6.પ્રદિપ ચાવડા
7.મનીષ સોની
8.કરણ પરમાર
9.વિપુલ પટેલ
10.રસિક ભાલોડીયા

પોલીસના કહેવા પ્રમાણે આ જુગારધામનો મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા છે. જેઓ રાતૈયાના રહેવાસી છે.તેઓ આ જુગારધામ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જો કે કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે ઇમ્પિરીયલ હોટેલના મેનેજર રાહુલ અધિકારી ક્રાઇમ બ્રાન્ચે જવાબ આપવા માટે પહોંચ્યા હતા, ત્યારે તેઓએ મિડીયા સાથેની વાતચીતમાં પહેલા તો આવું કંઇ બન્યું નથી તેવું કહ્યું હતું. જો કે ત્યારબાદ તેઓએ જુગારધામની વાતને સ્વીકારી હતી અને રૂમની અંદર કોઇ વ્યક્તિ શું કરે છે તેની જાણ ન હોવાનો રાગ આલોપ્યો હતો. પરંતુ હોટેલ સંચાલકોની પણ બેદરકારી સામે આવી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે હોટેલના મેનેજર જોન કુરીઆ કોશ દ્વારા રિસેપ્સનીસ્ટ પ્રીતિ પટેલને ફોન કરીને કહ્યું હતું કે હું આપને આઇડી પ્રુફ ઇ-મેઇલ કરૂ છું તમે નરેન્દ્રસિંહ અથવા વિપુલભાઇને રૂમ આપી દેજો. મેનેજરે રૂમ માટે આઇડી પ્રૂફ સોહીલ કોઠીયાનું આપીને બેદરકારી દાખવી હતી જેને લઇને પોલીસ દ્વારા મેનેજર અને રીસેપ્શનીસ્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે DCP પ્રવીણકુમાર મીણાએ કહ્યું હતું કે દોઢ વાગ્યે પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે તપાસ કરી હતી અને તપાસમાં જુગાર રમતા પકડાયા છે.આ શખ્સો પાસેથી 10 લાખ રૂપિયા અને બે કાર તથા 10 મોબાઇલ મળીને કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસ તપાસમાં નરેન્દ્રસિંહને એક પટ્ટના 500 રૂપિયા મળતા હતા.જો કે કેટલા સમયથી આ ચાલતું હતુ જેની પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)