Home News Petrol-Diesel ના ભાવ કઇ રીતે ઘટાડવા? કેન્દ્રીય મંત્રીએ જણાવી ફોર્મૂલા

Petrol-Diesel ના ભાવ કઇ રીતે ઘટાડવા? કેન્દ્રીય મંત્રીએ જણાવી ફોર્મૂલા

Face Of Nation, 10-11-2021:  કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી એ બુધવારે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લેતાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધુ ઓછો થઇ જશે અને તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોના રેવન્યૂમાં પણ વધારો થશે. નિતિન ગડકરીએ કહ્યું કે રાજ્ય સરકારોનું સમર્થન મળતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો પ્રયત્ન જરૂર કરશે.

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી એ કહ્યું ‘ જીએસટી પરિષદમાં રાજ્યોના નાણામંત્રી પણ સભ્ય હોય છે. કેટલાક રાજ્ય પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળ લાવવાના વિરૂદ્ધ છે. જ્યારે પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવાશે, તો તેમના પર ટેક્સ ઓછો થઇ જશે અને કેન્દ્ર ને રાજ્યો બંનેની રેવન્યૂ વધશે. જીએસટી પરિષદએ પોતાની 17 સપ્ટેમ્બરની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને GST ને દાયરાની બહાર રાખવાનો નિર્ણય કર્યો હતો.

તો બીજી તરફ સરકાર દ્રારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ક્રમશ: પાંચ અને 10 રૂપિયાનો ઘટાડા સંબંધિત સવાલ પર ગડકરી કહ્યું કે કેન્દ્ર સરકારે આમ જનતાને રાહત આપવા માટે સારું પગલું ભર્યું છે. તેમણે કહ્યું ‘જે પ્રકારે કેન્દ્રએ આમ જનતાને રાહત આપતાં એક્સાઇઝ ડ્યૂટીમા6 કાપ કર્યો છે, આશા છે કે રાજ્ય સરકારો પણ તેનું અનુસરણ કરશે અને વેટમાં કાપ કરશે. તેનાથી સામાન્ય જનતાને વધુ રાહત મળી શકશે.

આ આરોપો પર કેન્દ્રએ 30 વિધાનસભા ક્ષેત્રો અને ત્રણ લોકસભા સીટોની પેટાચૂંટણીના પરિણામે ધ્યાનમાં રાખતાં પગલું ભર્યું છે. ગડકરીએ કહ્યું કે રાજકારણ અમારા માટે સામાજિક-આર્થિક સુધારાનું માધ્યમ છે. અમે ચૂંટણી જીતવા માટે રાજકારણ કરતા નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)