Face Of Nation, 11-11-2021: કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદની બુક ‘Sunrise over Ayodhya’ પર વિવાદ થયો છે. ખુર્શીદે આ બુકમાં હિન્દુત્વની સરખામણી આતંકી સંગઠન ISIS અને બોકો હરમ સાથે કરી છે. ખુર્શીદની આ બુક બુધવારે લોન્ચ થઈ છે અને 24 કલાકની અંદર જ તેમની વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં વિવેક ગર્ગ નામના વકીલે દિલ્હી પોલીસ કમિશનરને કેસ નોંધવાની અપીલ કરી છે.
ખુર્શીદ પર આરોપ છે કે તેણે હિન્દુઓને બદનામ કરવાની કોશિશ કરી છે.ખુર્શીદે લખ્યું છે કે હિન્દુત્વ સાધુ-સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મને બાજુ પર મુકાઈ રહ્યું છે, જે દરેક રીતે ISIS અને બોકો હરમ જેવાં જેહાદી ઈસ્લામી સંગઠન જેવું છે. તેના તર્કમાં ખુર્શીદે કહ્યું છે કે હિન્દુ ધર્મ ખૂબ જ ઉચ્ચ સ્તરનો ધર્મ છે. એના માટે ગાંધીજીએ જે પ્રેરણા આપી એનાથી વધુ કોઈ પ્રેરણા ન હોઈ શકે.અયોધ્યા પર સુપ્રીમકોર્ટના ચુકાદા અને પોતાની બુકને લઈને સલમાન ખુર્શીદે કહ્યું હતું કે અયોધ્યા વિવાદને લઈને સમાજમાં ભાગલા જેવી સ્થિતિ હતી. સુપ્રીમકોર્ટે એનું સમાધાન શોધી કાઢ્યું.
આ એક એવો ચુકાદો છે, જેનાથી એવું ન લાગે કે અમે હાર્યા અને તમે જીત્યા. BJP તરફ ઈશારો કરતાં ખુર્શીદે કહ્યું હતું કે એવી કોઈ જાહેરાત તો થઈ નથી કે અમે જીતી ગયા, જોકે ક્યારેક ક્યારેક એવા સંકેત આપવામાં આવે છે. બધાને જોડવાની કોશિશ થવી જોઈએ. હાલ અયોધ્યાના ઉત્સવમાં એવું લાગે છે કે આ એક પાર્ટીનો ઉત્સવ છે.સલમાન ખુર્શીદે બુકમાં લખ્યું છે કે એ વાત તો નક્કી જ છે કે હિન્દુત્વને સમર્થન કરનારાઓ તેને ઈતિહાસમાં પોતાના ગૌરવને માન્યતા મળવાની રીતે જોશે.
ન્યાયના સંદર્ભ સહિત જીવન ઘણી ખામીઓથી ભરેલું છે, જોકે આપણે આગળ વધવા માટે તેની સાથે સમાધાન કરવાની જરૂરિયાત છે. આ બુક એક વિવેકપૂર્ણ ચુકાદામાં આશાને જોવાની કોશિશ છે, ભલે પછી કેટલાક લોકોને એમ લાગે કે આ ચુકાદો સંપૂર્ણ રીતે ઉચિત નહોતો. બુક વિશે વાત કરતાં સલમાન ખુર્શીદે કહ્યું હતું કે સમાજમાં એકતા આવશે તો માનીશ કે બુક લખવાનો ચુકાદો સફળ રહ્યો.સલમાન ખુર્શીદે બુકમાં લખ્યું છે કે એ વાત તો નક્કી જ છે કે હિન્દુત્વને સમર્થન કરનારાઓ તેને ઈતિહાસમાં પોતાના ગૌરવને માન્યતા મળવાની રીતે જોશે. ન્યાયના સંદર્ભ સહિત જીવન ઘણી ખામીઓથી ભરેલું છે, જોકે આપણે આગળ વધવા માટે તેની સાથે સમાધાન કરવાની જરૂરિયાત છે.
આ બુક એક વિવેકપૂર્ણ ચુકાદામાં આશાને જોવાની કોશિશ છે, ભલે પછી કેટલાક લોકોને એમ લાગે કે આ ચુકાદો સંપૂર્ણ રીતે ઉચિત નહોતો. બુક વિશે વાત કરતાં સલમાન ખુર્શીદે કહ્યું હતું કે સમાજમાં એકતા આવશે તો માનીશ કે બુક લખવાનો ચુકાદો સફળ રહ્યો.દેશમાં હિન્દુત્વવાદી રાજકારણની અસર પર ચર્ચા કરતાં ખુર્શીદે લખ્યું છે કે મારી પાર્ટી કોંગ્રેસમાં ચર્ચા મોટા ભાગે આ મુદ્દા પર જ થતી રહે છે. કોંગ્રેસમાં એક એવો વર્ગ છે, જેને એ વાત પર પસ્તાવો છે કે આપણી છબિ માઈનોરિટી સમર્થક પાર્ટીની છે.
તેમણે અયોધ્યા પર આવેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં એ જાહેરાત કરી દીધી કે હવે આ સ્થળ પર ભવ્ય મંદિર બનાવવું જોઈએ. આ વલણે કોર્ટના એ આદેશના એ ભાગની અવગણના કરી, જેમાં મસ્જિદ માટે જમીન આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)