Face Of Nation, 11-11-2021: સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે મોટો નિર્ણય લીધો છે. ભારતે ચીનના નાગરિકોને ઈલેક્ટ્રોનિક ટુરિસ્ટ વિઝા નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરબના નાગરિકોને પણ હવે ભારત ઈ વિઝા નહીં આપે. જો કે તાઈવાન, વિયેતનામ, સિંગાપુર અને અમેરિકા સહિત 152 દેશોના નાગરિકો હજુ પણ ઈ વિઝા લઈ શકશે.
ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આ અગાઉ ભારતે 171 દેશોના નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપી હતી. કહેવાય છે કે પીપલ્સ લિબરેશન આર્મી સાથે લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે આ નિર્ણય લીધો છે. ગત એક વર્ષમાં લદાખ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ચીન અને ભારતના સૈનિકો આમને સામને જોવા મળ્યા હતા.
ભારતે 2015-16માં ચીની પર્યટકો માટે પ્રાયર રેફરલ કેટેગરી નિયમોમાં ઢીલ આપી હતી અને ચીને ઈ-વિઝા મેળવનારા 171 દેશોમાં સામેલ કર્યું હતું. ચીન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન,ઈરાક, સૂડાન ઉપરાંત પાકિસ્તાની મૂળના વિદેશી પીઆરસી હેઠળ આવતા હતા. જો કે માર્ચ 2020માં યાત્રા પ્રતિબંધોની જાહેરાત બાદ કોવિડ-19ના પ્રકોપ સમયે તમામ ટુરિસ્ટ ઈ-વિઝા રદ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ઓગસ્ટ 2020માં ભારતની સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેના નિયમોમાં ઢીલ આપી હતી અને અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, જર્મની અને ફ્રાન્સના નાગરિકોને એર બબલ સ્કિમ હેઠળ ભારત આવવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ બે મહિના પછી ઈલેક્ટ્રોનિક, પર્યટક અને ચિકિત્સા શ્રેણીઓને બાદ કરતા તમામ વિઝા માટે પ્રતિબંધોમાં વધુ ઢીલ અપાઈ હતી.
ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશો મુજબ હાલ ઈ વિઝા અને 6 ઓક્ટોબર પહેલા જારી કરાયલા પર્યટક વિઝા સસ્પેન્ડ રહેશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)