Home Politics નવાબ મલિકને પલટવાર, હું કિરીટસિંહ સામે આક્ષેપ કરનારને ચેલેન્જ આપું છું :...

નવાબ મલિકને પલટવાર, હું કિરીટસિંહ સામે આક્ષેપ કરનારને ચેલેન્જ આપું છું : જીતુ વાઘાણી

Face Of Nation, 11-11-2021: છેલ્લા કેટલાક સમયથી NCP નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસને લઈને હોબાળો મચાવી રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ તેમણે NCB અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલે દરરોજ નવા ખુલાસા કરતા NCP નેતા નવાબ મલિકે હવે પોતાની નજર ગુજરાત તરફ ફેરવી છે. પહેલા મુંદ્રા અને હવે દ્વારકાથી ડ્રગ્સ ઝડપાતા નવાબ મલિકે હવે ગુજરાતના નેતાઓ પર નિશાન સાધ્યું. મલિકે આક્ષેપ કરતા કહ્યું કે ગોસાવી અને ભાનુશાળીના ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા સાથે સંબંધ છે. જેમાં તેમણે મલિકે ગુજરાતના ભાજપ નેતા કિરીટસિંહ રાણા ડ્રગ્સ કનેક્શન હોવાનુ કહ્યુ હતુ. કિરીટસિંહ રાણા ડ્રગ્સ માફિયા સાથે સંબંધ ધરાવે છે તેવા આક્ષેપો મલિકે કર્યા હતા. જોકે કિરીટસિંહ રાણાએ આક્ષપે ફગાવ્યા છે. કિરીટસિંહ રાણાએ આક્ષેપો ફગાવતા કહ્યું કે, હું કોઈ ને મળ્યો નથી અને મારે કોઈ સાથે નાતો નથી.

તો સરકારના પ્રવકતા જીતુ વાઘાણી કિરીટસિંહના બચાવમાં ઉતર્યા છે. તેમણે નવાબ મલિકને પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ અને NCP પોતાના મોઢા અરીસામાં જોઈ લે. હું કિરીટસિંહ સામે આક્ષેપ કરનારને ચેલેન્જ કરું છું. NCP પુરાવો લાવે બાકી આક્ષેપ બંધ કરે.

સમગ્ર મામલે નવાબ મલિકે એવું નિવેદન આપ્યું કે ગુજરાતમાં મુંદ્રા બાદ દ્વારકાથી પણ ડ્રગ્સ ઝડપાયું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ભાનુશાળી, ગોસાવી અને સુનિલ પાટીલ પણ અમદાવાદ અવરજવર કરે છે. જેમાં તેઓ અમદાવાદની નોવોટેલ તેમજ ફાઈવ સ્ટાર હોટલોમાં રોકાય છે. જેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે એવા સવાલો ઉઠાવ્યા કે શું આ ડ્રગ્સનો ખેલ ગુજરાતથી ચાલી રહ્યો છે કે શું. સાથે જ દ્વારકામાં જે મોટાપાયે ડ્રગ્સ પકડાયું છે તેની યોગ્ય દિશામાં તપાસ થાય તેવી માગ પણ નવાબ મલિકે કરી છે. જેથી હવે ગુજરાતનો ડ્રગ્સ કેસ પણ હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)