હવામાન વિભાગના મતે હજુ આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદી વાદળીઓ વરસી શકે છે
Face Of Nation:અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે મોડી રાત્રે 1 વાગે વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે હજુ આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 23થી 25 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું હતું કે, બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે બપોર બાદ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદમાં 26થી 28 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધી જશે જેના કારણે વાતાવરણમાં ઠંડક વધતાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડશે.
દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રનાં લઇને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં ભાગમાં સોમવારથી ચોમાસું બેસી જવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. તેમજ વાતાવરણમાં આવેલી અસ્થિરતાથી પવનની ગતિ 26 જૂન બાદ વધી જશે.