Home Politics રાશિદ અલ્વીએ હિન્દુઓ અને રામભક્તોને ગણાવ્યા રાક્ષસ, ભડકેલી BJP એ કહી આ...

રાશિદ અલ્વીએ હિન્દુઓ અને રામભક્તોને ગણાવ્યા રાક્ષસ, ભડકેલી BJP એ કહી આ વાત

Face Of Nation, 12-11-2021:  કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ બાદ હવે રાશિદ અલ્વીએ હિન્દુઓ અને ભગવાન શ્રીરામ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના સંભલમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જય શ્રીરામના નારા લગાવનારાઓને રામાયણ યુગના કાલનેમી રાક્ષસ ગણાવ્યા. રાશિદ અલ્વીએ કહ્યું કે રામરાજ્યનો નારો લગાવનારા મુનિ નહીં પરંતુ રામાયણના કાલનેમિ રાક્ષસ છે. આ સાથે જ તેમણે કહ્યું કે રામરાજ્યનો નારો લગાવનારા સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના સંભલના એચોડા કમ્બોહમાં ચાલી રહેલા પાંચ દિવસના કલ્કિ મહોત્સવમાં પહોંચેલા કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ ભાજપ પર નિશાન સાધતા આવું અજીબોગરીબ નિવેદન આપ્યું અને જય શ્રીરામનો નારો લગાવનારાની સરખામણી રામાયણના કાલનેમી રાક્ષસ સાથે કરી. તેમણે કહ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે આ દેશમાં રામરાજ્ય હોવું જોઈએ. પરંતુ જે રાજ્યમાં બકરી અને શેર એક ઘાટ પર પાણીએ પીવે ત્યાં નફરત કઈ રીતે હોય

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ ભાજપ તરફ ઈશારો કરતા કહ્યું કે ‘આજકાલ કેટલાક લોકો જય શ્રીરામના નારા લગાવીને દેશને ગુમરાહ કરે છે, આવા લોકોથી હોશિયાર રહેવું જોઈએ. આજે જે જય શ્રીરામ બોલે છે તે ન્હાયા વગર બોલે છે. આજે પણ અનેક લોકો જય શ્રીરામના નારા લગાવે છે. તે બધા મુનિ નથી.’

ભાજપના નેતા અમિત માલવિયે રાશિદ અલ્વીના નિવેદનનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે સલમાન ખુર્શીદ બાદ હવે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી જય શ્રીરામના કહેનારાઓને નિશાચર (રાક્ષસ) ગણાવે છે. રામભક્તો પ્રત્યે કોંગ્રેસના વિચારોમાં કેટલું ઝેર ભરેલુ છે.

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીના કાલનેમિ રાક્ષસવાળા નિવેદન પર ભાજપ પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે કોંગ્રેસ નેતાઓમાં એવી હોડ લાગી છે કે કોણ હિન્દુઓનું કેટલું વધુ અપમાન કરી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે ભગવાન રામ અને કૃષ્ણને કાલ્પનિક ગણાવતા હોય, રામસેતુને તોડવા માટે સોગંદનામું આપતા હોય અને મંદિરમાં પૂજા કરનારા છોકરાઓને છોકરીઓ છેડનારા ગણાવતા હોય,  હિન્દુઓનું આ પ્રકારે અપમાન કોંગ્રેસ પાર્ટીને ખુબ ભારે પડશે.

આ અગાઉ કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ નું વિમોચન કરીને નવા પ્રકારનો રાજકીય વિવાદ ખડો કર્યો હતો. પુસ્તકમાં તેમણે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો. પરંતુ આ સાથે જ તેમણે હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા આતંકી સંગઠનોના ‘જેહાદી ઈસ્લામવાળી સોચ’ સાથે કરી. પુસ્તકના વિમોચનના અવસરે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ પણ હાજર હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)