Home Uncategorized અહીં પ્રેસવાળા છે, મારે બધુ બોલાય નહી પણ તમે થોડામાં ઘણું સમજી...

અહીં પ્રેસવાળા છે, મારે બધુ બોલાય નહી પણ તમે થોડામાં ઘણું સમજી જજો : CM ભુપેન્દ્ર પટેલ

Face Of Nation, 12-11-2021:  શહેરના બાદરપુરા ખાતે આવેલ બનાસડેરી સંચાલિત બનાસ ઓઇલ મિલ ખાતે બનાસકાંઠા ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગુજરાત ભાજપના મહામંત્રી રજની પટેલ, મંત્રી ગેજેન્દ્રસિંહ પરમાર, સાંસદ પરબત પટેલ, રાજ્યસભાના સંસદ દિનેશ અનાવાડિયા સહિત, ધારાસભ્યો તેમજ વિવિધ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ તમામને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવી પક્ષ માટે મહેનત કરી કામ કરવાની અપીલ કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના ભાષણની શરૂઆત જ રમુજી અંદાજથી કરી હતી. જેમાં તેમને સભાને સંબોધન કરતા કહ્યું બધાના નામો અહીંથી બોલવા પડે નહીં તો કોઈને ખોટું લાગે. ટૂંકા ગાળામાં તમારે બોલવું પડે છે કે, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી પણ હજુ ક્યાં લોકો મને ઓળખે છે. લોકો કમળને ઓળખે છે. આપણે ઇલકેશન દરમિયાન નાનીનાની વસ્તુઓ સાચવવાની કારણ કે, ચૂંટણી સમયે જ લોકો તડ પડાવતાં હોય છે. પણ તમે અમને મળો તો તમને નહિ લાગે કે તમે સીએમ જોડે બેઠા છો. તમને એમ લાગશે કે તમે કોઈ તમારા જોડે બેઠા છો. આપણી પાસે પૈસા છે.

તમે વિકાસના કામો લઈને ગાંધીનગર આવો આપણે વિકાસના કામો તમામ કરીશું. વિકાસના કામો કોરોનામાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ચાલુ રાખ્યા. જ્યાંકોરોનાની મહામારીમાં બાપે બેટાને છોડી દીધા અને બેટાએ બાપને પણ આપણા બીજેપીના કાર્યકર્તાઓએ લોકોની સેવા કરી તેના પરિણામે આપણે ત્યાં પછીની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મહાનગર પાલિકા અને નગરપાલિકાની ચૂંટણી જીત્યા. કેન્દ્ર અને ગુજરાત સરકારે લોકો માટે અનેક મહત્વની યોજનાઓ લાવીને લોકોની સેવા કરી છે.

આજે જ નિરામય ગુજરાત યોજનાનું લોકાર્પણ કર્યું. તેમાં પણ ઘરે ઘરે જઈને લોકોનું સ્કેનિંગ થશે. તેના રોગોનું નિદાન કરાશે. સરકાર ઓફિસમાં બેસીને કામ કરે તે શક્ય નથી પ્રજા સુધી જવું પડે. કાર્યકર્તાઓએ કામ કરે છે તેના ભરોસે પાર્ટી ચાલે છે. કાર્યકર્તાઓની મહેનત મહત્વની છે, એટલે કોઈને રહી જાય તો ખોટું ન લગાડે. હું જે વાત કહું તે તમે આપોઆપ સમજી જાઓ અહીં પ્રેસવાળા હોય એટલે બહુ બોલાય નહિ. તમને એમ કે અમે અહીં ખુરશી ઉપર બેસીને આરામ કરીયે છીએ. પણ અમારો વારો આવે એટલે અમને જ ખબર પડે છે કે કેવો વારો પડે છે..આવનાર દિવસોમાં તમામ લોકો પક્ષ માટે કામ કરીને પક્ષને વધુ મજબૂત બનાવે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)