Home News કોઇ કહેશે 1947માં કઇ લડાઇ લડવામાં આવી? પદ્મશ્રી પરત આપવાની વાત પર...

કોઇ કહેશે 1947માં કઇ લડાઇ લડવામાં આવી? પદ્મશ્રી પરત આપવાની વાત પર લાલઘૂમ કંગના

Face Of Nation, 13-11-2021: બોલિવુડ અભિનેત્રી ગત દિવસોમાં ભીખમાં મળેલી આઝાદીને લઈને આપેલા નિવેદન પર ઘણો વિવાદ થયો હતો જેના કારણે તે ચર્ચામાં છે. આ નિવેદના કારણે બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની નિંદા કરવામાં આવી રહી છે. ઘણા લોકોએ આ નિવેદન પર કંગના પાસેથી ‘પદ્મશ્રી’ સમ્માન પાછું લેવા માટેની પણ માંગ કરી છે. હવે આ વિવાદ પર કંગનાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે તે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પાછો આપી દેશે, પરંતુ કોઈ તેણે જણાવે કે 1947માં શું થયું હતું?

કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતને અસલી આઝાદી 2014માં મળી,  જ્યારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બીજેપીની સરકાર સત્તામાં આવી. કંગનાએ એવું પણ જણાવ્યું હતું કે 1947માં મળેલી આઝાદી ભીખમાં મળી હતી. કંગનાના નિવેદન પર સ્પષ્ટતા આપતા ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ‘આ ઈન્ટરવ્યુમાં તમામ બાબતો સ્પષ્ટપણે કહેવામાં આવી હતી કે આઝાદી માટેનું પહેલું સંગઠિત યુદ્ધ 1857માં લડવામાં આવ્યું હતું… સુભાષ ચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકરજીનું બલિદાન મળીને થયું હતું. મને 1857ની ખબર છે પણ મને ખબર નથી કે 1947માં કઈ લડાઈ લડવામાં આવી હતી, તેની જાણકારી મારી પાસે નથી. જો કોઈ આ બાબતે મારી માહિતીમાં વધારો કરશે, તો હું મારો પદ્મશ્રી એવોર્ડ પરત કરીને તેની માફી માંગીશ… કૃપા કરીને મને મદદ કરો.’

કંગનાએ વધુમાં લખ્યું કે, મેં રાની લક્ષ્મી બાઈ જેવી શહીદ પર બનેલી ફીચર ફિલ્મમાં કામ કર્યું છે. 1857ની પહેલી આઝાદીની લડાઈ વિશે ઘણું રિસર્ચ કર્યું છે. રાષ્ટ્રવાદની સાથે જમણેરી પાંખનો પણ ઉદય થયો, પરંતુ તે અચાનક કેવી રીતે ખતમ થઈ ગયો? અને ગાંધીજીએ ભગતસિંહને કેમ મરવા દીધા… આખરે, નેતા બોઝની હત્યા શા માટે કરવામાં આવી અને તેમને ક્યારેય ગાંધીજીનો ટેકો મળ્યો નહીં. છેવટે, એક અંગ્રેજ દ્વારા શા માટે વિભાજન રેખા દોરવામાં આવી હતી? આઝાદીની ઉજવણી કરવાને બદલે ભારતીયો એકબીજાને મારી રહ્યા હતા. મને કેટલાક પ્રશ્નોના જવાબોની જરૂર છે જેના માટે મને મદદની જરૂર છે.

કંગનાએ કહ્યું કે તે તેના નિવેદનના પરિણામ ભોગવવા તૈયાર છે. તેમણે લખ્યું, ‘જ્યાં સુધી 2014માં મળેલી આઝાદીની વાત છે, મેં ખાસ કહ્યું કે ભલે આપણને બતાવવા માટે આઝાદી હતી, પરંતુ ભારતની ચેતના અને અંતરાત્માને 2014માં આઝાદી મળી. એક મૃત સંસ્કૃતિ જીવંત થઈ અને તેની પાંખો ફેલાવી અને હવે તે જોરથી ગર્જના કરી રહી છે. આજે પહેલીવાર લોકો અંગ્રેજી ન બોલવા અથવા નાના શહેરમાંથી આવતા અથવા મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનાવવા માટે આપણું અપમાન કરી શકતા નથી. તે ઈન્ટરવ્યૂમાં બધું સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ જે ચોર છે તેમની તો બળશે કોઈ બુઝાવી શકશે નહીં. જય હિંદ.’

જણાવી દઈએ કે કંગનાના નિવેદન બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના અને NCPએ તીખી પ્રતિક્રિયા આપી છે. આમ આદમી પાર્ટીએ મુંબઈ પોલીસ પાસે કંગના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવાની માંગ કરી છે. બીજેપી સાંસદ વરુણ ગાંધીએ પણ કંગનાના નિવેદનની ટીકા કરી હતી અને તેની તુલના રાજદ્રોહ સાથે કરી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)