Face Of Nation:નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે. આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 7 મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે આરબીઆઈના કોઈ ઉચ્ચ અધિકારીએ કાર્યકાળ પૂરો થતા પહેલા જ પોતાનું પદ છોડ્યું હોય. આ પહેલા આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં વ્યક્તિગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
વિરલ આચાર્ય 23 જાન્યુઆરી 2017ના રોજ ડેપ્યુટી ગવર્નરના પદે નિયુક્ત થયા હતા. તેમનો આ કાર્યકાળ ત્રણ વર્ષનો હતો, પરંતુ કાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલા જ તેમણે રાજીનામું સોંપી દીધું.
ફેબ્રુઆરી 2020માં તેમને સીવી સ્ટાર પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ તરીકે ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ (એનવાઈયૂ સ્ટર્ન) પરત જવાનું હતું, પરંતુ આચાર્ય આ વર્ષે ઓગસ્ટમાં જઈ રહ્યા છે.