Home News દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત, 24 કલાકમાં 11,271 નવા કેસ

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત, 24 કલાકમાં 11,271 નવા કેસ

Face Of Nation, 14-11-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 11,271 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 285 લોકોના મોત થયા છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા એક લાખ 35,918 છે. મોટી વાત એ છે કે કેરલમાં કાલે કોરોના 6,468 કેસ સામે આવ્યા છે. જાણો આજે દેશમાં કોરોનાના તાજા આંકડાની સ્થિતિ શું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને આજે ત્રણ કરોડ 44 લાખ 37 હજાર 307 થઇ ગઇ છે. તો બીજી તરફ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 1 લાખ 35 હજાર 918 થઇ ગઇ છે. તો બીજી તરફ આ મહામારીથી મોતને ભેટનારાઓની સંખ્યા 4 લાખ 63 હજાર 530 થઇ ગઇ છે. આંકડા અનુસાર અત્યાર સુધી કુલ 3 કરોડ 38 લાખ 37 હજાર 589 લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે.

કેરલમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના લીધે 6,468 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 50,55,224 થઇ ગઇ છે. આ ઉપરાંત 23 દર્દીઓના મોત સાથે જ મૃતકોની સંખ્યા 35,685 સુધી પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય બુલેટિનના અનુસાર રાજ્યમાં ઉપચારધીન રોગીઓની સંખ્યા 68,630 છે, જેમાંથી 6.7 ટકા હોસ્પિટલમાં ભરતી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)