માત્ર તારીખ બદલાઈ, સંતાનોની ક્ષણિક યાદ આજે પણ માતાનું હૃદય કંપાવી નાખે છે
Face Of Nation:આજે 24 જૂન છે. આજથી એક મહિના પહેલા તક્ષશિલા આર્કેડની એ અગન જ્વાળાઓ 22 માસૂમોને ભરખી ગઇ. એક મહિનામાં ઘણું બધું બદલાયું. તપાસનો દોર શરૂ થયો, એ બિલ્ડિંગને છોડતા જકાતનાકાનો એ રસ્તો ફરીથી ધમધમવા લાગ્યો, વર્લ્ડ કપનું બજાર ગરમ થયું, પણ જો કંઇ ન બદલાયું હોય તો એ છે તક્ષશિલામાં હોમાયેલાં બાળકોની માતાઓનાં આસૂં! એ આજે પણ વહી રહ્યાં છે. મૃતક બાળકોને ન્યાય મળી રહે એ માટે વાલીઓએ બે વખત પોલીસ કમિશનરને રૂબરૂ મળી મનપા અને ડીજીવીસીએલના ઉપરી અધિકારીઓની ધરપકડ કરવા રજૂઆત કરી છે. તેમનો આજે પણ એક જ સવાલ છે કે ‘સરકાર ! ન્યાય ક્યારે ?