Home Politics પ્રિયંકા ગાંધી : યુપીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે, કોઈ પાર્ટી સાથે...

પ્રિયંકા ગાંધી : યુપીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે, કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં

Face Of Nation, 14-11-2021:  ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રવિવારે પદાધિકારી પ્રતિજ્ઞા સંમેલનમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં એકલી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, અમે તમામ સીટો પર અમારા દમ પર ચૂંટણી લડીશું. તેમણે કહ્યું કે, અમે અહીં કોંગ્રેસને મજબૂત કરવા આવ્યા છીએ, કારણ કે કોંગ્રેસ આ દેશ માટે ઉભી છે. આ દરમિયાન તેમણે સત્તામાં રહેલી ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ પર હુમલો કર્યો હતો.

પ્રિયંકા ગાંધીએ પદાદિકારી સંમેલનને સંબોધિત કરતા કહ્યું- નેહરૂ જીએ કહ્યુ હતુ કે, ભારત માતાની જયના નારામાં કિસાન, મજૂર, મહિલા, શ્રમિક, સૈનિક, એક-એક દેશવાસીની જય છે. ગાંધી, નેહરૂ, પટેલ, આંબેડકર જેવા તમામ સ્વતંત્રતા સેનાનીઓને આઝાદીનો અર્થ ખ્યાલ હતો, તેમને આઝાદીની કિંમત ખબર હતી. જેણે આઝાદી માટે લોહી-પરસેવો વહાવ્યો નથી તેને આઝાદીનો અર્થ સમજાતો નથી. તેથી ભાજપ નેતૃત્વ આઝાદીનો આદર ન કરી શકે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ માત્ર વિકાસ નથી લાવી, ભાઈચારો પણ વધાર્યો છે. એકવાર ફરી કરો યા મરોનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, સામાન્ય લોકોને મોંઘવારીથી મારવામાં આવી રહ્યાં છે. વ્યક્તિની ઓળખ નહીં, માત્ર વોટબેન્કની ઓળખ છે. 70 વર્ષ લાગ્યા પેટ્રોલને 70 રૂપયા સુધી આવવામાં, પરંતુ 7 વર્ષોમાં પેટ્રોલ 100 પર પહોંચી ગયું.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ જ દેશનું સત્ય સામે લાવી શકે છે, કોંગ્રેસ લડી રહી છે. તેમણે કહ્યું- સૌથી પહેલા અમારૂ લક્ષ્ય છે કે અમે અમારી પાર્ટીને મજબૂત કરીશું, કારણ કે અમારે પ્રદેશમાંથી મોંઘવારી દૂર કરવી છે. પ્રદેશમાં અરાજકતા દૂર કરવાની છે. અમારે આ પ્રદેશમાં ફરી લોકતંત્રની સ્થાપના કરવી છે. જેના દ્વારા તમારા બધાના અધિકારો મજબૂત બનશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)