Home Crime ગુજરાત:મોરબીના ઝીંઝુડા ગામમાં ATSનું ઓપરેશન, આટલા કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગુજરાત:મોરબીના ઝીંઝુડા ગામમાં ATSનું ઓપરેશન, આટલા કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Face Of Nation, 15-11-2021:ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર દારૂ કરતાં પણ વધારે ચાલી રહ્યો હોય તેવું લાગે છે. દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં  ડ્રગ્સ ઘૂસાડવાની  પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મોટી  સફળતા મળી છે. મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં એટીએસની ટીમે રવિવારની રાતે દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં  ડ્રગ્સ ઘૂસાડવાની  પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મોટી  સફળતા મળી છે. મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં એટીએસની ટીમે રવિવારની રાતે દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રવિવારની રાત્રે એટીએસની ટીમે બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતાં એક વખત ફરી અનેક સવાલ ઉભા થયા છે. આખરે ગુજરાતમાં ડ્રગ્સની સપ્લાય કોણ કરાવે છે અને કોની ડિમાન્ડથી આ સમગ્ર વેપલો ચાલી રહ્યો છે?

એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, આ ઘટના અંગે એટીએસના ડીવાયએસપીએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસને વધુ એક સફળતા મળી છે. એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં મોડીરાત્રે દરોડો પાડીને બે શખ્સને કરોડો રૂપિયાના માદક પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધા છે. આ બન્ને શખ્સો કોણ છે, કેટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે. તે બાબતે એટીએસ અને સ્થાનિક પોલીસના ટોચના અધિકારીઓ હાલ તો  મૌન સેવી રહ્યાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)