Face Of Nation, 15-11-2021:દેશમાં સોમવારે જાહેર થયેલા આંકડાઓમાં છેલ્લા એક દિવસમાં 10,229 નવા કેસ નોંધાયા છે. આ સિવાય 11,926 લોકો સ્વસ્થ થયા છે અને 125 લોકોનાં મોત થયા છે. રિકવર થયેલા દર્દીઓની તુલનામાં નવા કોરોનાનાં કેસોની સંખ્યા સતત ઓછી રહી છે અને તેના કારણે સક્રિય કેસ પણ ઝડપથી ઘટી રહ્યા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 125 મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 4,63,655 થયો છે. નવા કોરોના સંક્રમણમાં દૈનિક વધારો સતત 38 દિવસથી 20,000થી નીચે અને સતત 141 દિવસથી દરરોજ 50,000થી નીચે રહ્યો છે.
સક્રિય કેસોમાં હવે કુલ સંક્રમણનાં 0.39 ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશનો સરેરાશ રિકવરી રેટ હાલમાં 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછીનો સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કોરોનાનાં કેસોમાં 1,822 કેસનો ઘટાડો નોંધાયો છે.દૈનિક પોઝિટિવિટી રેટ 1.12 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 42 દિવસમાં બે ટકાથી ઓછો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.99 ટકા નોંધાયો હતો.
જે છેલ્લા 52 દિવસમાં 2 ટકાથી નીચે છે. આ રોગથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,38,49,785 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.35 ટકા રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 112.34 કરોડથી વધુ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 30,20,119 રસીકરણ અને 9,15,198 કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-19નો આંકડો 7મી ઓગસ્ટ, 2020નાં રોજ 20 લાખ, 23મી ઓગસ્ટે 30 લાખ, 5મી સપ્ટેમ્બરે 40 લાખ અને 16મી સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગયો હતો.
કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 25.32 કરોડ થઈ ગયા છે. આ મહામારીને કારણે 51 લાખ લોકોનાં મોત થયા છે. વળી 7.46 અબજ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુઆંક અને રસીની કુલ સંખ્યા વધીને અનુક્રમે 253,291,318, 5,100,151 અને 7,464,233,665 થઈ ગઈ છે. CSSE અનુસાર – 47,074,080 અને 763,092 પર વિશ્વના સૌથી વધુ કેસ અને મૃત્યુ સાથે અમેરિકા સૌથી પ્રભાવિત દેશોમાં આગળ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)