Home News દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની તૈયારી: કેજરીવાલ સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની તૈયારી: કેજરીવાલ સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

Face Of Nation, 15-11-2021:  દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના જોખમનું સ્તર જોતા દિલ્હી સરકાર સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે તૈયાર છે. જેની જાણકારી દિલ્હી સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને આપી. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે તૈયાર છીએ.

દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અમે લોકડાઉન લગાવવા માટે તૈયાર છીએ. પણ જો પાડોશી રાજ્યો હેઠળ આવતા એનસીઆરમાં પણ લોકડાઉન લગાવવામાં આવે તો તે વધુ સાર્થક રહેશે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં વધતા પ્રદૂષણના મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ખુબ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે જો જરૂર પડે તો બે દિવસનું લોકડાઉન લગાવી દો. દિલ્હીમાં વાયુ ગુણવત્તામાં સોમવારે હળવો સુધારો થયો છે અને તે ગંભીર શ્રેણીમાંથી ખુબ જ ખરાબ શ્રેણીમાં પહોંચ્યુ છે.

દિલ્હીમાં સોમવારે સવારે 6 વાગે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 318 નોંધાયો. NCR વિસ્તારો ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને નોઈડામાં AQI ક્રમશ: 312, 329, 317 અને 387 નોંધાયો.

અત્રે જણાવવાનું કે AQI શૂન્યથી 50ની વચ્ચે રહે તો હવા સારી મનાય છે. જ્યારે 51થી 100ની વચ્ચે પહોંચે તો સંતોષજનક ગણાય છે. AQI જ્યારે 101થી અને 200 વચ્ચે રહે તો પ્રદૂષણને મધ્યમ અને 201થી 300 વચ્ચે રહે તો ખરાબ ગણાય છે. 301થી 400ની વચ્ચે હવા એકદમ ખરાબ ગણાય છે. જ્યારે 401થી 500ની વચ્ચે AQI પહોંચે તો ગંભીર શ્રેણીમાં ગણાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)