Home World PM મોદીને મળેલી સ્પેશિયલ ટ્રીટમેન્ટથી આ દેશને મરચા લાગ્યા, બળીને થઈ ગયા...

PM મોદીને મળેલી સ્પેશિયલ ટ્રીટમેન્ટથી આ દેશને મરચા લાગ્યા, બળીને થઈ ગયા ખાખ

Face Of Nation, 15-11-2021: ગ્લાસગો જળવાયુ સંમેલનમાં પીએમ મોદીને મળેલી સ્પેશિયલ ટ્રીટમેન્ટથી અનેક દેશોને મરચા લાગી ગયા છે અને તેમા પાકિસ્તાનના ખાસ મિત્ર તુર્કીનું નામ પણ સામેલ છે. જે સમયે દુનિયાના તમામ લીડર્સ ક્લાઈમેટ ચેન્જ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરી રહ્યા હતા ત્યારે તુર્કી ઈન્ડિયાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળીના રોદણાં રડતું જોવા મળ્યું. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેક તૈયપ એદોર્ગન એ તેના પર પોતાની નારાજગી વ્યક્ત કરી પરંતુ તેની કોઈ અસર થઈ નહી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ગ્લાસગો પાસે આટલા મોટા વૈશ્વિક સંમેલનની મેજબાની માટે પૂરતા સાધન નહતા. જેના કારણે યુકેએ સંમેલનમાં સામેલ પ્રતિનિધિમંડળોને હોટલ શેર કરવાનો આગ્રહ કર્યો હતો. આ રીતે વર્લ્ડ લીડર્સને સંમેલન સ્થળ સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરાઈ હતી. જો કે ત્રણ દેશો બ્રિટન, અમેરિકા અને ભારત માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. આ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ માટે વિશેષ રીતે બુક કરાયેલી હોટલોમાં રહેવાની મંજૂરી અપાઈ હતી. એટલું જ નહીં બોરિસ જ્હોન્સન, જો બાઈડેન અને નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે કારોના કાફલા સાથે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. જેને જોઈને તુર્કીના રાષ્ટ્રપતિ બળી બળીને ખાખ થઈ ગયા.

રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રોટોકોલમાં ભેદભાવ પર તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પોતાની  નારાજગી વ્યક્ત કરી. તુર્કીના રાષ્ટ્રપતિએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે ભારતના વિશેષાધિકાર પ્રાપ્ત વ્યવહારને કેમ માનવામાં આવે? એટલું જ નહીં, તેમણે વિરોધ સ્વરૂપે પોતાની જાતને કામગીરીથી દૂર રાખી. જો કે અધિકારીઓએ આ સ્પેશિયલ વ્યવસ્થાને યોગ્ય ઠેરવતા તુર્કીને બરાબર જવાબ આપ્યો. નોંધનીય છે કે ભારતે ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ લોન્ચ કર્યું છે. પીએમ મોદીએ વર્ષ 2070 સુધીમાં દેશ તરફથી નેટ ઝીરો ઈમિશનનું વચન આપ્યું છે.

તુર્કીના રાષ્ટ્રપતિને બ્રિટિશ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યું કે ભારત સ્પેશિયલ ટ્રીટમેન્ટનો હકદાર છે. કારણ કે તેણે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગણું બધું કર્યું છે. પીએમ મોદીએ અનેક મોટા પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. જેમાં સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્વલા યોજના અને નમામિ ગંગે યોજના પ્રમુખ છે. આ ઉપરાંત શિખર સંમેલનમાં પણ પીએમ મોદીએ નિશ્ચિત રીતે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જો કે એ વાત અલગ છે કે તુર્કીના પ્રેસિડેન્ટને આ વાત સમજમાં જ ન આવી અને તેઓ મોઢું ફૂલાવીને ઘૂમતા રહ્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)