Home News ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના નોંધાયા આટલા ઓછા કેસ, જાણો અહીં...

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના નોંધાયા આટલા ઓછા કેસ, જાણો અહીં ક્લિક કરી

Antibodies attacking a coronavirus particle, illustration.

Face Of Nation, 16-11-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 39માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 142માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8,865 નવા કેસ નોંધાયા છે અને 197 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,971 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 525 દિવસના નીચલા સ્તર 1,30,793 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4547 કેસ નોંધાયા છે અને 57 સંક્રમિતોના મોત થયા છે.

જ્યારે 6866 લોકો સાજા થયા છે.આઈસીએમઆરના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 62,57,74,159 લોકોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 22,07,617 ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 56 હજાર 401

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 61 હજાર 756

એક્ટિવ કેસઃ 1 લાખ 30 હજાર 793

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 852.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)