Face Of Nation, 16-11-2021: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારત પાછા ફરતી વખતે કસ્ટમની આંટીઘૂંટીમાં ફસાયો. કસ્ટમ અધિકારીઓએ ક્રિકેટર હાર્દિક પંડ્યા પાસેથી બે ઘડિયાળો જપ્ત કરી છે. આ ઘડિયાળો સ્વિસ કંપની Patek Philippe ની છે. પંડ્યા દુબઈમાં ટી20 વર્લ્ડ કપ રમીને દુબઈથી મુંબઈ પાછો ફર્યો હતો. કહેવાય છે કે ઘડિયાળોના સીરિયલ નંબર અને બિલમાં તાલમેળ ન હોવાના કારણે કસ્ટમ અધિકારીઓએ તેની ઘડિયાળોને જપ્ત કરી છે. આરોપો પર હાર્દિક પંડ્યાએ પોતાની ચૂપ્પી તોડી છે અને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે.
આ સમગ્ર મામલે હોબાળો મચ્યા બાદ હવે હાર્દિક પંડ્યાએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક ટ્વીટ કરીને તેણે મામલાની સચ્ચાઈ જણાવી છે. દુબઈથી પાછા ફરેલા હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે લકઝૂરિયસ ઘડિયાળ જપ્ત કરી. હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે 15 નવેમ્બરની સવારે દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ હું પોતે દુબઈથી જે સામાન ખરીદ્યો હતો, તેની કસ્ટમ ડ્યૂટી ચૂકવવા માટે એરપોર્ટ પર હાજર કસ્ટર કાઉન્ટર પર ગયો હતો. મારા વિશે સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. મે પોતે બધા સામાનની જાણકારી એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આપી છે
— hardik pandya (@hardikpandya7) November 16, 2021
પંડ્યાએ આગળ કહ્યું કે કસ્ટમ ડિપાર્ટમેન્ટે મારી પાસે તમામ દસ્તાવેજો માંગ્યા છે. તે હાલ યોગ્ય ડ્યૂટીના મૂલ્યાંકનમાં લાગ્યા છે. હું પૂરી ડ્યૂટી ભરવા માટે તૈયાર છું અને સોશિયલ મીડિયા પર ઘડિયાળની કિંમત 5 કરોડ જણાવવામાં આવી રહી છે તે ખોટી છે. ઘડિયાળ 1.5 કરોડ રૂપિયાની છે.
જો કે કસ્ટમ વિભાગના જણાવ્યાં મુજબ પંડ્યા પાસેથી મળેલી ઘડિયાળોની કિંમત 5 કરોડ રૂપિયા છે. હવે આ ઘડિયાળો પાછી મેળવવા માટે પંડ્યાએ સીરિયલ નંબર સાથે મેચ થાય તેવું બિલ આપવું પડશે. આ ઘડિયાળો પર 38 ટકા ડ્યૂટી લાગે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જો પંડ્યા બિલ આપવામાં નિષ્ફળ જશે તો આ ઘડિયાળો જપ્ત કરી લેવાશે.
અત્રે જણાવવાનું કે પંડ્યા પાસે લક્ઝરી વોર નિર્માતા કંપની Patek Philippe ની ઘડિયાળો મળી છે. વર્ષ 1839માં શરૂ થયેલી આ કંપની ખાસ પ્રકારની ઘડિયાળો બનાવે છે. કંપનીની Patek Philippe Nautilus 5711/1P Unworn ની કિંમત 57,194,374 રૂપિયા છે. જો તમે તેને ઓનલાઈન ખરીદશો તો 38,130 રૂપિયા તમારે શિપિંગના આપવા પડશે. એ જ રીતે Patek Philippe Nautilus 5711/1P ની કિંમત 49,225,619 રૂપિયા છે. જેના ઉપર 38 ટકા ડ્યૂટી પણ લાગે છે.
દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળનો રેકોર્ડ પણ આ કંપનીના નામે છે. Patek Philippe ની એક ઘડિયાળને હરાજીમાં 31 મિલિયન સ્વિસ ફ્રેંક (લગભગ 222 કરોડ રૂપિયા) માં વેચવામાં આવી હતી. જે દુનિયાની કોઈ પણ રિસ્ટવોચ માટે અપાયેલી અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. જો કે આ હરાજી ચેરિટી માટે કરાઈ હતી અને સમગ્ર રકમ દાન કરવામાં આવી હતી. Only Watch નામની આ ચેરિટી હરાજીનું આયોજન જીનેવામાં કરાયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)