Face Of Nation, 16-11-2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે નું ઉઘ્ટાન કર્યુ. જેમા તેમણે એવું કહ્યું હતું કે આ એક્સપ્રેસ વે યુપીના વિકાસનો એક્સપ્રેસ-વે છે. આ આધુનિક એક્સપ્રેસ-વે યુપીની શાન છે. દેશની સુરક્ષા ખુબ જરૂરી છે. પૂર્વાંચલ ઇમરજન્સીની સ્થિતિમાં ખુબ મોટી ભૂમિકા નિભાવશે. અહીં ફાઇટર પ્લેનનું લેન્ડિંગ કરવામાં આવશે. યુપીના સામર્થ પર કોઈ શંકા નથી.
The Govt before Yogi ji did injustice to people of UP. The manner in which they discriminated in development, the manner in which they did welfare of only their family – people of UP will permanently remove them from the path of the state's development, you did this in 2017: PM pic.twitter.com/pYyxbszCbh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 16, 2021
વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું જે લોકોને યુપીના સામર્થ્ય પર શંકા હોયચ તેઓ આવીને ચેક કરી શકે છે. અહીયાથી 3 તી 4 વર્ષ પહેલા માત્ર જમીન હતી. પરંતુ હવે અહીયાથી એક્સપ્રેસ-વે નીકળી રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે 3 વર્ષ પહેલા જ્યારે એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે વિચાર્યું ન હતું કે હું એક દિવસ અહીયા પ્લેનથી ઉતરીશ. મહત્વની વાત એ છે કે પીએમ મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેને આજે વિકાસનો એક્સપ્રેસ-વે ગણાવ્યો હતો.
ઉત્તરપ્રદેશને પૂર્વાંચલ એક્સપ્રેસ વે આપીને તેમણે ધન્યતા અનુભવી. સાથેજ નોર્થ ઈસ્ટના રાજ્યોની વાત કરતા કહ્યું પહેલાની સરકારે ત્યા ધ્યાનજ નહોતું આપ્યું સાથેજ ઉત્તરપ્રદેશમાં પણ પહેલાની સરકારે ધ્યાન નહોતું આપ્યું
વધુમાં તેમણે કહ્યું પહેલાની સરકારે યુપીને માફિયાને હવાલે કરી દીધું હતું. પરંતુ હવે યુપીમાં વિકાસનો વેગ વધી રહ્યો છે. જે મામલે તેમણે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આ કામગીરી થઈ હોવાનું જણાવ્યું અને તેમણે સીએમ યોગી આદિત્યનાથનું અભિવાદન કર્યું હતું.
The roar of these aircraft will also be for the people who ignored the defence infrastructure of the nation for decades: PM Narendra Modi inaugurates Purvanchal Expressway in Sultanpur https://t.co/bCAF52qz8k
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 16, 2021
પહેલાની પરિસ્થિનીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સ્થિતી જોઈને મને એમ થતું હતું કે લોકો યુપીને કઈ વાતની સજા આપી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે જ્યારે 2014માં હું આવ્યો ત્યારે ભાજપ દ્વારા દરેક કામગીરી કરવામાં આવી જેમા ખાસ કરીને વીજળી અને સૌચાલયને લઈને ભાજપ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેથી લોકોની તકલીફ ઓછી થાય.
ઉપરાંત પીએમ મોદીએ કહ્યું પહેલાની જે સરકાર હતી તેમણે અમારો ક્યારેય અમારો સાથ ન આપ્યો. સાથેજ તેમણે કહ્યું કે પહેલાની સરકાર પાસે કામનો હિસાબ આપવા માટે કશું હતુંજ નહી તેઓ યુપીની જનતા સાથે અન્યાય કરતા હતા. તેઓ માત્ર પોતાનાજ પરિવારનું હિત ઈચ્છતા હતા. જેથી આવા લોકોને યુપીમાં વિકાસના રસ્તા પરથી હટાવી દઈશું તેવું પીએમ મોદીએ કહ્યું હતું.
The politics done in UP, manner in which govts were run for a long time – they didn't pay attention to UP's all-round & holistic development. One region of UP&its people were given away to mafia&poverty. I'm happy that today this region is writing a new chapter of development: PM pic.twitter.com/wYMBEk1RBq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 16, 2021
ઉલ્લેખનીય છે સમગ્ર મામલે PM મોદીએ એવું પણ કહ્યું કે 2017મં યુપીની જનતાએ ભાજપને પ્રચંડ જીત અપાવી.. જનતાએ મને અને સીએમ યોગીને યુપી માટે કામ કરવાની તક આપી જે વાતના અમે આભારી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)