Face Of Nation, 16-11-2021: યુગાન્ડાની રાજધાની કંપાલામાં સંસદ ભવનની નજીક થયેલ સિરિલય બ્લાસ્ટ થતાં 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં છે. બ્લાસ્ટ વાળી જગ્યાથી માત્ર 100 મીટર દૂર પર ભારતીય પેરા બેડમિન્ટન ટીમ રોકાઈ હતી.
જો કે, આ બ્લાસ્ટને કારણે ભારતીય ટીમને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. ભારતીય પેરા બેડમિન્ટન ટીમ ટીમ યુગાન્ડામાં પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ-2021માં ભાગ લેવા માટે કેટલાક દિવસ અગાઉથી ત્યાં પહોંચી છે. આ ટીમમાં ટોક્યો પેરાલિમ્પિક-2021 પદક જીતનાર પ્રમોદ ભગત,મનોજ સરકાર અને અન્ય ખેલાડીઓ પણ શામેલ છે.
Indian Team is Safe!There is multiple Bomb Blast 100 mtr away from official Hotel in which @parabadmintonIN team staying incl. @GauravParaCoach
& @PramodBhagat83 @manojsarkar07@joshimanasi11@IndiainUganda@Media_SAI @ParalympicIndia @YASMinistry @IndiaSports @PMOIndia https://t.co/bAlsNdK4XS pic.twitter.com/TldWuwlXUn— Para-Badminton India (@parabadmintonIN) November 16, 2021
ઘટનાના તાજના સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે, આ વિસ્ફોટ પૈકી એક પોલીસ સ્ટેશનની નજીક થયો હતો અને બીજો બ્લાસ્ટ સંસદ ભવનની નજીક આવેલ રસ્તા પર કરવામાં આવ્યો હતો, સંસદ ભવન નજીક થયેલ વિસ્ફોટ સંભવત એક બિલ્ડિંગને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો, જેમાં વિમા કંપનીની ઓફિસ આવેલી છે. વિસ્ફોટના કારણે આસપાસ ઉભેલા વાહનોમાં આગ લાગી હતી, રાષ્ટ્રીય પ્રસારક યૂબીસી અનુસાર, કેટલાક સાંસદ નજીક સંસદ ભવન પરિસરને ખાલી કરતા જોવા મળ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)