Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોનાના કેસો અને મોતના આંકડામાં વઘારો...

દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોનાના કેસો અને મોતના આંકડામાં વઘારો નોંધાયો

Face Of Nation, 17-11-2021: દેશમાં  કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 40માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 143માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 10,197 નવા કેસ નોંધાયા છે અને 301 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12134 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 527 દિવસના નીચલા સ્તર 1,29,555 પર પહોંચી છે.

રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5516 કેસ નોંધાયા છે અને 39 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 6705 લોકો સાજા થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 113 કરોડને પાર પહોંચ્યો છે. શુક્રવારે દેશમાં 287 દિવસ બાદ સૌથી ઓછા 8,865 નવા કેસ નોંધાયા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 57 હજાર 733
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 61 હજાર 919
એક્ટિવ કેસઃ 1 લાખ 28 હજાર 555
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 956(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)