Home Crime ગુજરાતમાં બાળકોની ‘ગંદી’ ફિલ્મો બનાવાય છે? 14 રાજ્યોમાં દરોડા, મહિલાઓએ CBI ના...

ગુજરાતમાં બાળકોની ‘ગંદી’ ફિલ્મો બનાવાય છે? 14 રાજ્યોમાં દરોડા, મહિલાઓએ CBI ના અધિકારીઓને ફટકાર્યા

Face Of Nation, 17-11-2021: ગાંધીનગર ગુજરાતને આ કોની નજર લાગી છે. એક તરફ દારૂની રેલમછેલ, બીજી તરફ ડ્રગ્સની હેરાફેરી અને હવે ચાઈલ્ડ પોર્નોગ્રાફી…બાપરે…આ શું થવા બેઠું છે. બાળકોના અશ્વીલ વીડિયો બનાવવાનો ધંધો ગુજરાતમાં ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલાની તપાસ માટે સીબીઆઈની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યાં છે. દેશના અન્ય રાજ્યોમાં પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી  મુદ્દે સીબીઆઈની ટીમે અલગ અલગ શહેરોમાં રેડ પાડીને સઘન તપાસ કરી રહી છે.

CBI દ્વારા બાળકોના યૌન શોષણ મુદ્દે કાર્યવાહી કરતા 83 આરોપીઓ વિરુદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓ પર બાળકોના યૌન શોષણ અને તેના વીડિયો બનાવીને વેચવાનો આરોપ છે. આ મુદ્દે સીબીઆઇ દ્વારા 14 રાજ્યો અને કેન્દ્રશાષીત પ્રદેશોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇ દ્વારા ગુજરાત ઉપરાંત દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તમિલનાડુમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, ઓડિશામાં તપાસ અર્થે ગયેલાં સીબીઆઈના અધિકારીઓને સ્થાનિક મહિલાઓએ મારવા લીધાં હતાં. ચાઈલ્ડ પોર્નોગ્રાફીની તપાસમાં ગયેલી સીબીઆઈની ટીમ પર સ્થાનિકોએ હુમલો કરી દેતા સ્થાનિક પોલીસે બચાવ કરવા માટે વચ્ચે પડવું પડ્યું હતું.

ઓડિશાના ઢેકાનાલમાં સીબીઆઇની ટીમ સાથે મારપીટની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે સીબીઆઇની ટીમ ઓનલાઇન બાળ શોષણ કેસમાં રેડ કરવા ગઇ હતી. આ દરમિયાન ગુસ્સે થયેલી ભીડે ટીમ સાથે મારપીટ કરી હતી. સ્થાનિક પોલીસે સીબીઆઇ અધિકારીઓનું રેસક્યૂ કર્યુ હતુ. સીબીઆઇએ ઓનલાઇન બાળ શોષણ કેસમાં 83 આરોપીઓ વિરૂદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કર્યા છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સીબીઆઇએ યુપી, ઓડિશા, ગુજરાત સહિત 14 રાજ્યમાં 77 ઠેકાણા પર રેડ કરી હતી. આ રેડમાં ઉત્તર પ્રદેશના જાલૌન, મઉં જેવા નાના જિલ્લાથી લઇને નોઇડા અને ગાઝિયાબાદ જેવા મોટા શહેર અને રાજસ્થાનના નાગોર, જયપુર, અજમેરથી લઇને તમિલનાડુના કોઇમ્બતૂર જેવા શહેર પણ સામેલ છે.

સીબીઆઇની ટીમ ઓડિશાના ઢેંકનાલમાં ઓનલાઇન બાળ શોષણ કેસમાં કાર્યવાહી કરવા પહોચી હતી. ટીમે સવારે 7 વાગ્યે ઢેંકનાલમાં સુરેન્દ્ર નાયકના ઘરે રેડ કરી હતી. સીબીઆઇ ટીમ બપોર સુધી પૂછપરછ કરતી રહી હતી. આ દરમિયાન કોઇ વાતને લઇને સ્થાનિક લોકો ભડકી ગયા હતા, તે બાદ તેમણે ટીમ પર હુમલો કર્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)