Home News મહુવાથી હજીરા અને મુંબઇ સુધી રો રો ફેરી સર્વિસ શરૂ કરવાની માગણી

મહુવાથી હજીરા અને મુંબઇ સુધી રો રો ફેરી સર્વિસ શરૂ કરવાની માગણી

મહુવા-હજીરા(સુરત)-મુંબઇ વચ્ચે દરિયાઇ વાહન વ્યવહાર શરૂ થાય તો મહુવાનો વિકાસ જેટ ગતિએ થાય

Face Of Nation:ભાવનગર:મહુવા શહેર અને તાલુકામાં મહુવાથી હજીરા(સુરત) અને મુંબઇ રો રો ફેરી સર્વિસ શરૂ કરવા માંગ ઉગ્ર બની છે. ભાવનગરના જીલ્લા કક્ષાના શહેર અને ડુંગળીના વૈશ્વીક હબ મહુવાને ડિંગો બતાવવામાં આવતા શહેર અને તાલુકાના લોકોમાં ભારે રોષ ઉભો થવા પામેલ છે. મહુવા પાસેથી નેશનલ હાઇ-વે 51 પસાર થાય છે. જે એકાદ વર્ષમાં 2/4/6 લેનની કામગીરી પૂર્ણ થશે. વળી મહુવા બ્રોડગેજ રેલ્વે લાઇન પણ ધરાવે છે. જો સાથે સાથે મહુવા બંદરનો વિકાસ કરવામાં આવે તો મહુવાનો સંર્વાગી વિકાસ શક્ય બને તેમ છે. આથી મહુવાનો દરિયા કિનારો કુદરતી રીતે ઉંડો હોય મહુવાથી હજીરા(સુરત) અને મુંબઇ રો રો ફેરી સર્વિસ શરૂ કરવી જોઇએ તેવી તીવ્ર માંગ ઉભી થવા પામી છે.

મહુવા-મુંબઇ-સુરત વચ્ચેનું અંતર ઘટી જાય
મહુવાનો દરિયા કાંઠો કુદરતી ઉંડાઇ ધરાવતો કાંઠો છે. અંલગ અને પીપાવાવ વચ્ચે આવેલા આ બંદરનો વિકાસ કરવામાં આવે તો મહુવા-મુંબઇ-સુરત વચ્ચેનું અંતર ખુબ જ ઓછુ થઇ જાય. ઘોઘા-દહેજ, હજીરા, વેરાવળ, વિકટર ફેરી સર્વિસ માફક મહુવા-મુંબઇ-સુરત વચ્ચે પણ દરીયાઇ વાહન વ્યવહાર ટુંકો, સસ્તો અને ખનીજ તેલ તથા સમયની બચત કરનાર જળ માર્ગ શરૂ કરવા માંગ ઉભી થવા પામી છે.