Home Uncategorized સુરક્ષાબળોને મળી મોટી સફળતા, J & Kમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા

સુરક્ષાબળોને મળી મોટી સફળતા, J & Kમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા

Face Of Nation, 17-11-2021: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુલગામમાં બે અલગ-અલગ ઠેકાણે થયેલા એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આઇજી કાશ્મીરે એન્કાઉન્ટરની પુષ્ટિ કરતાં કહ્યું કે કુલગામના ગોપાલપુરા અને પોમ્બઇ વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયા છે. પોમ્બઇ વિસ્તારમાં મુઠભેડ હજુ ચાલુ છે.

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના પોમ્બઇ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે વિશેષ જાણકારીના આધાર પર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. તલાશી અભિયાન શરૂ થતાં જ આતંકવદી અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબારી શરૂ થઇ ગઇ. જેવા જ સુરક્ષાબળો તે સ્થળે પહોંચ્યા, જ્યાં આતંકવાદી સંતાયેલા હતા, તે ભારે માત્રામાં ગોળીબારીની ચપેટમાં આવી ગયા, જેનાથી મુઠભેડ શરૂ થઇ ગઇ અને ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. સુરક્ષાબળોને ઠાર મારેલા આતંકવાદીઓની લાશને કબજે કરી લીધી છે. વિસ્તારમાં હજુ પણ 3-4 આતંકવાદી છુપાયેલા છે.

તમને જણાવી દઇએ કે જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સેના સાઇબર આતંકવાદી પર પણ નકેલ કસી રહી છે, જેમને સફેદપોશ જિહાદીઓના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. પોલીસ અને સેનાની નજરોમાં તે સૌથી ખરાબ પ્રકારના આતંકવાદીઓ છે, જે ગુમનામ રહે છે પરંતુ તે યુવાઓની વિચારધારાને પ્રભાવિત કરી મોટા નુકસાનનું કારણ બને છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)