મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો એકત્ર થઇ હતી
મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો એકત્ર થઇ હતી
જૂના ભથ્થા પ્રમાણે 6 હજાર જ ચૂકવવામાં આવે છે
Face Of Nation:રાજકોટ જિલ્લાના આશાવર્કર બહેનો દ્વારા શહેરના હોસ્પિટલ ચોક ખાતેથી ફીક્સ પગારની માંગ સાથે રેલી નીકળી હતી. જે કલેક્ટર કચેરી સુધી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો જોડાયા હતા અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
આવેદનપત્રમાં શું જણાવ્યું છે: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ટાકીને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આશા ફેસીલીએટરોને 2018ના ઓક્ટોબરથી જ કેન્દ્ર સરકાર રૂપિયા 6 હજાર મળતા હતા અને રાજ્ય તરફથી ફેબ્રુઆરીના બજેટમાં હાલ મળતા. વેતનમાં 1 એપ્રિલથી 2 હજારનો વધારો જાહેર કરાયો હતો. જે મુજબ આજની તારીખ સુધી તે વધારો ચૂકવાયો નથી અને જૂના ભથ્થા પ્રમાણે 6 હજાર જ ચૂકવવામાં આવે છે. વધારાનો તફાવત ચૂકવવાની માંગ કરી હતી.