Home Uncategorized ચૂંટણી પૂર્વેનું તરકટ : અનેક ખેડૂતોના મોત બાદ “અહંકાર”ને સાઈડમાં મુકીને મોદીએ...

ચૂંટણી પૂર્વેનું તરકટ : અનેક ખેડૂતોના મોત બાદ “અહંકાર”ને સાઈડમાં મુકીને મોદીએ કૃષિ કાયદા પરત લઈ ખેડૂતોની માફી માંગી

Face Of Nation, 19-11-2021 :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું છે. PM મોદીએ સંબોધનની શરૂઆત કરતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ ખેડૂતોની માફી પણ માંગી છે. જો કે અનેક ખેડૂતોના મોત બાદ ચૂંટણી પૂર્વે કેન્દ્રની ભાજપ સરકારે આ એક તરકટ કર્યું છે. મોદીએ તેમના અહંકારને સાઈડમાં મૂકી ચૂંટણીમાં લાભ હેતુ ખેડૂત કાયદાઓ પરત લીધા છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
છેલ્લા એક વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણેય નવા કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા છે. શુક્રવારે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત કરી હતી. તેમના 18 મિનિટના સંબોધનમાં તેમણે કહ્યું કે સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી, પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં.

પીએમ મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત કરી
પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.
જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.

ખેડૂતોનું કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા છે
વડાપ્રધાને કહ્યું- મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)