Face Of Nation, 19-11-2021: એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. મતલબ કે હવે એબી ડી વિલિયર્સ ન તો આઈપીએલમાં રમશે અને ન તો તે બિગ બેશ, પીએસએલ કે અન્ય કોઈ લીગમાં રમતો જોવા મળશે. એબી ડી વિલિયર્સે સોશ્યલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ડી વિલિયર્સે લખ્યું, ‘મારી સફર શાનદાર રહી છે, હવે મેં ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મેં મારા ઘરની પાછળ મારા મોટા ભાઈઓ સાથે રમવાનું શરૂ કર્યું અને ત્યારથી લઈને આજ સુધી મેં આ રમતનો ખૂબ આનંદ લીધો છે. હવે 37 વર્ષની ઉંમરે, તે આગ એટલી ઝડપથી સળગી રહી નથી.
It has been an incredible journey, but I have decided to retire from all cricket.
Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly. pic.twitter.com/W1Z41wFeli
— AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021
એબી ડી વિલિયર્સે સોશ્યલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ડી વિલિયર્સે લખ્યું, ‘મારી સફર શાનદાર રહી છે, હવે મેં ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મેં મારા ઘરની પાછળ મારા મોટા ભાઈઓ સાથે રમવાનું શરૂ કર્યું અને ત્યારથી લઈને આજ સુધી મેં આ રમતનો ખૂબ આનંદ લીધો છે. હવે 37 વર્ષની ઉંમરે, તે આગ એટલી ઝડપથી સળગી રહી નથી.
તમને જણાવી દઈએ કે એબી ડી વિલિયર્સે પોતાની આખી T20 કારકિર્દીમાં 9424 રન બનાવ્યા છે. 340 T20 મેચોમાં તેની બેટિંગ એવરેજ 37.24 હતી જે ખરેખર પ્રશંસનીય છે. મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા ડી વિલિયર્સે તેની ટી20 કારકિર્દીમાં 436 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે 230 કેચ પણ લીધા હતા.
તમને જણાવી દઈએ કે એબી ડી વિલિયર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૌથી મોટો મેચ વિનર હતો. મેગા ઓક્શન પહેલા બેંગ્લોર ચોક્કસપણે તેને જાળવી રાખવા માંગતું હતું, પરંતુ ડી વિલિયર્સે અચાનક નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. ડી વિલિયર્સે IPLમાં 184 મેચમાં 39.71ની એવરેજથી 5162 રન બનાવ્યા છે. ડી વિલિયર્સની સ્ટ્રાઈક રેટ 151થી વધુ હતી અને તેના બેટમાં 3 સદી, 40 અડધી સદી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)