Home Uncategorized ઊર્વશી રાદડિયાના કાર્યક્રમ દરમિયાન લોકોએ ડોલ ભરી ભરીને ઠાલવી નોટો -Video

ઊર્વશી રાદડિયાના કાર્યક્રમ દરમિયાન લોકોએ ડોલ ભરી ભરીને ઠાલવી નોટો -Video

Face Of Nation, 19-11-2021:  પૈસાનો વરસાદ થતો જોવાનું દરેક લોકોના નસીબમાં હોતું નથી પરંતુ શું તમે કયારેય જોયું છે કે પૈસાનો વરસાદ તમારી ઉપર થાય. અમદાવાદમાં આવો જ નજારો જોવા મળ્યો છે. જ્યાં પ્રખ્યાત ગુજરાતી સિંગર ઉર્વશી રાદડિયા પર ડોલો ભરીને નોટોનો વરસાદ થયો.

ઉર્વશી પર નોટોના વરસાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઉર્વશી રાદડિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડિયો શેર કર્યો અને લખ્યું, ‘ગઈકાલે શ્રી સમસ્ત હીરાવાડી ગ્રુપ દ્વારા તુલસી વિવાહના શુભ અવસર પર લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમારા અમૂલ્ય પ્રેમ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર.

ઉર્વશી રાદડિયા ગુજરાતની પ્રખ્યાત લોક ગાયિકા છે. તેઓ કાઠિયાવાડની કોયલ તરીકે પણ ઓળખાય છે. તેણી તેના ગીત ‘નગર નંદ જી ના લાલ’ માટે જાણીતી છે. ઉર્વશી અમદાવાદમાં ઉછરી હતી, તેણે 6 વર્ષની ઉંમરે તેની સંગીત કારકિર્દી શરૂ કરી હતી. ઉર્વશીએ 3 વર્ષથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. ઉર્વશીની ગણતરી ટોચની લોક ગુજરાતી ગાયિકાઓમાં થાય છે. ઉર્વશીનું બાળપણથી જ આઈએએસ બનવાનું સપનું હતું. પરંતુ પરિવારની જવાબદારીના કારણે તેની ઈચ્છા અધૂરી રહી ગઈ. ઉર્વશી હિન્દી, પંજાબી, મરાઠી, રાજસ્થાની ભાષાઓમાં પણ ગાય છે. ઉર્વશી માને છે કે તે આજે જે છે તે તેના સંગીતને કારણે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)