Home World કોરોનાના કેસ વધતાં આ દેશમાં સોમવારથી 10 દિવસનું Lockdown જાહેર

કોરોનાના કેસ વધતાં આ દેશમાં સોમવારથી 10 દિવસનું Lockdown જાહેર

Face Of Nation, 19-11-2021: ઓસ્ટ્રિયાના ચાન્સલર એલેક્ઝેંડર શાલેનબર્ગે શુક્રવારે કહ્યું કે કોરોના વાયરસની ચોથી લહેર પર કાબૂ મેળવવા માટે દેશમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવામાં આવશે. શાલેનબર્ગે કહ્યું કે લોકડાઉન સોમવારથી શરૂ થશે અને 10 દિવસ માટે લાગૂ રહેશે. તેમાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં ક્લાસ ચાલશે નહી. રેસ્ટોરેન્ટ અને કલ્ચરલ કાર્યક્રમ પર પ્રતિબંધ રહેશે.

દેશના સ્વાસ્થ્ય મંત્રી વોલ્ફગેંગ મ્યૂઝસ્ટીને પછી કહ્યું કે કિંડરગાર્ટન અને સ્કૂલ તે લોકો માટે ખુલ્લા રહેશે જેમણે ત્યાં જવાની જરૂર છે પરંતુ તમામા માતા-પિતાને કહેવામાં આવ્યું છે કે જો સંભવ હોય તો પોતાના બાળકોને ઘરે જ રાખો. કિંડરગર્ટન રમત દ્વારા છ વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપવા સંબંધી સ્પેશિયલ ફોર્મેટ છે.

આ દરમિયાન સરકારી પ્રસારણકર્તા ‘ઓઆરએફ’ ના સમાચાર અનુસાર એક ફેબ્રુઆરીથી દેશમાં રસીકરણ પણ ફરજિયાત કરી દેવામાં આવશે. સમાચાર અનુસાર શાલેનબર્ગે કહ્યું કે અમે પાંચમી લહેર ઇચ્છતા નથી. ઓસ્ટ્રિયાએ શરૂમાં ફક્ત તે લોકો માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની શરૂઆત કરી હતી. જેનું વેક્શીનેશન થયું નથી પરંતુ સંક્રમણના કેસ વધતાં સરકારે તમામ માટે તેને લાગૂ કરી દીધું છે.

શાલેનબર્ગે કહ્યું કે આ દુખ જ દર્દનાક છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉન શરૂમાં 10 દિવસ સુધી ચાલશે, ફરીથી અસરનું અવલોકન કરવામાં આવશે અને જો વાયરસના કેસ પર્યાપ્ત રૂપથી ઓછા નહી થાય, તો તેને વધુમાં વધુ 20 દિવસ સુધી વધારવામાં આવી શકે છે. ઓસ્ટ્રિયાના સ્પેશિયલ કેર ડોક્ટરોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

‘સોસાયટી ફોર અનેસ્થિસિયોલોજી, રિસસિટેશન એન્ડ ઇંટેંસિવ કેર મેડિસિન’ ના અધ્યક્ષ વાલ્ટર હસીબેડરે ઓસ્ટ્રિયાઇ સમાચાર એજન્સી ‘એપીએ’ને જણાવ્યું કે અમે સંક્રમણના રેકોર્ડ આંકડા દિન પ્રતિદિન અનુભવ કર્યા છે. હવે કેસ પર કાબૂ મેળવવો જરૂરી છે.’

ગત સાત દિવસથી દેશમાં સંક્રમણના દરરોજ 10 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને આ મહામારીથી થનાર મોતઓ આંકડો વધી રહ્યો છે. ઓસ્ટ્રિયામાં અત્યાર સુધી આ વાયરસથી 11,525 લોકોના મોત થયા છે. શાલેનબર્ગએ કહ્યું કે ઘણા પ્રકારના પ્રયાસો અને કેમ્પેન છતાં કેટલાક લોકોએ વેક્સીનેશન કરાવવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે દેશમાં ફેબ્રુઆરીથી રસીકરણ ફરજિયાત (Mandatory Vaccination) કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. ચાંસલરે કહ્યું કે આગામી અઠવાડિયામાં વિવરણને અંતિમ રૂપ આપવામાં આવશે, પરંતુ જે લોકો વેક્સીનેશનથી મનાઇ કરે છે, તેમના પર દંડ લગાવી શકાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)